
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી મામલતદાર કચેરી ખાતે પ્રોગ્રામ ઓફીસરના અઘ્યક્ષ સ્થાને મીટીંગ યોજાયેઈ.
સંજેલી તાલુકાની તમામ સગર્ભા બહેનોને લાભ મળે તેના અનુસંધાને સુચના અપાઈ.
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે સલાહ સુચના આપવામાં આવી હતી.
સંજેલી તા.08
સંજેલી તાલુકા માં સંકલિત બાળવિકાસ વિકાસ અધિકારની કચેરી તેમજ તાલુકા આરોગ્ય ની કચેરી ના સંયુક્ત આયોજન દ્વારા માનનીય પ્રોગ્રામ ઓફીસર ઈરાબેન ચોહણ ના અઘ્યક્ષ સ્થાને, તેમજ જિલ્લા આરોગ્ય કચેરી ના ડો. અનુરાગ શર્મા સાહેબ દ્વારા .પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સંજેલી તાલુકા ની તમામ સગર્ભા બહેનો ને લાભ મળે અને તમામ સગર્ભા બહેનો pmjay કાર્ડ કઢાવવા માટે તાલીમ આપવામાં આવી જે અંતર્ગત PMJAY કાર્ડ માટે જરૂરી આધાર પુરાવા અને સગર્ભા બહેનો ને કાર્ડ અંગે ના ફાયદા સમજે તે બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું..