કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડના બારગોટામાં જુગારધામ પર પોલીસ પહોંચી:2.26 લાખની માલમતા સાથે ચાર ખેલીઓ ઝડપાયા.
સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ દ્વારા બોરગોટા ગામે જુગાર રમતા ઈસમો પાસેથી ₹2,26,950 ના મુદ્દામાલ સાથે ચાર જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સીંગવડ તા. ૮
સીંગવડ તાલુકાના રણધીપુર પોલીસ દ્વારા પોલીસ મહાનિર્દેશક આર.વી અસારી પંચમહાલ ગોધરાના રેન્જ દ્વારા પ્રોહી તથા જુગાર બંદીને સદંતર નિસ્તે નાબૂદ કરવાની સૂચના તથા જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ ડો. રાજદીપ સિંહ ઝાલા તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક બીશાખા જૈન લીમખેડા વિભાગ તથા સીપીઆઈ કે. એન. લાઠીયા દ્વારા આવી પ્રવૃત્તિ શોધી કાઢી કેસો કરવા સારું જરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી જે અનુસંધાને રણધીપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ જે.કે.રાઠોડ તથા અ.હે.કો વસંતભાઈ સનાભાઇ અ.હે.કો મેહુલભાઈ જશવંતલાલ અ.પો.કો રાજેન્દ્રસિંહ નટવરસિંહ તથા અ.પો.કો કલ્પેશભાઈ જશવંતસિંહ અ.પો.કો બાબુભાઈ તેરસિંહ ભાઈ એ રીતના 7.9. 2023 ના રોજ પેટ્રોલિંગ દરમિયાન અ.પો. કો રાજેન્દ્રસિંહ નટવરસિંહ દ્વારા ખાનગી રાહે બાતમી મળેલ કે બોરગોટા ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો દ્વારા ગંજી પાના પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડી રહેલ છે તે બાતમીના આધારે પો.સ.ઈ જે કે રાઠોડ તથા પોલીસ સ્ટાફ પંચો સાથે બાતમી વાળી જગ્યાએ જુગાર રેઇડ કરતા ખુલ્લામાં ગંજી પાના પતા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમાડી રહેલા આરોપીઓને અંગ ઝડપી તથા દાવ ઉપરથી રોકડ રૂપિયા 21,950 રોકડા મુદ્દા માલ તથા મોબાઇલ ફોન નંગ 4 10,000 તથા મોટરસાયકલ નંગ પાંચ 95,000 તથા ફોરવિહીલર કોકમ વેગન ગાડી નંગ એક 1,00,000 રૂપિયા મળી કુલ રૂપિયા 2,26,950 નો મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે બીજા આઠ આરોપીઓ નાસી ગયેલ હોય એમ કુલ 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..