Wednesday, 04/12/2024
Dark Mode

કડાણા આધારિત પાઇપલાઇનમાં ભંગાણ:છેલ્લા દસ દિવસથી પાણી સપ્લાય ઠપ્પ…દાહોદ શહેરના ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારના લોકોએ શ્રાવણ માસમાં ઉપવાસ અને તહેવાર પાણીની પળોજણમાં ઉજવ્યો..

September 8, 2023
        541
કડાણા આધારિત પાઇપલાઇનમાં ભંગાણ:છેલ્લા દસ દિવસથી પાણી સપ્લાય ઠપ્પ…દાહોદ શહેરના ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારના લોકોએ શ્રાવણ માસમાં ઉપવાસ અને તહેવાર પાણીની પળોજણમાં ઉજવ્યો..

રાજેશ વસાવે દાહોદ 

કડાણા આધારિત પાઇપલાઇનમાં ભંગાણ:છેલ્લા દસ દિવસથી પાણી સપ્લાય ઠપ્પ…

 દાહોદ શહેરના ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારના લોકોએ શ્રાવણ માસમાં ઉપવાસ અને તહેવાર પાણીની પળોજણમાં ઉજવ્યો….

સ્લમ વિસ્તારમાં પાણીનો ટેન્કર આવતા પાણી ભરવા પડાપડી…

 મહિલાઓ તેમજ અબોલ બાળકો ઘરકામ અને ભણતર છોડી પાણી ભરવા લાઈનમાં લાગવા મજબુર…

શું આવી રીતે દાહોદ સ્માર્ટ સિટી બનશે.?

 જળ સંકટની સમસ્યા દૂર કરવા મંત્રી તેમજ સ્થાનિક નેતાઓના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા..

દાહોદ તા.08

કડાણા આધારિત પાઇપલાઇનમાં ભંગાણ:છેલ્લા દસ દિવસથી પાણી સપ્લાય ઠપ્પ...દાહોદ શહેરના ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારના લોકોએ શ્રાવણ માસમાં ઉપવાસ અને તહેવાર પાણીની પળોજણમાં ઉજવ્યો..

દાહોદ શહેરને પાણી પૂરું પાડતી કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગોદી રોડ તેમજ અન્ય વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી પાણીનો સપ્લાય ન આવતા ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારના લોકોએ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ, અને તહેવારોની ઉજવણી પાણીની પલોજણમાં કાઢી છે. છેલ્લા દસ દસ દિવસથી પાણી સપ્લાય ન આવતા ઉપરોક્ત વિસ્તારોમાં ઘેરો જળ સંકટ ઊભો થવા પામ્યો છે. માલેતુઝાર પરિવારો તો પોતાની રીતે પાણીની સમસ્યાનો નિકાલ કરી લે છે પરંતુ નાના અને ગરીબ પરિવારો જળ સંકટ સામે રીતસરના ઝઝુમી રહ્યા છે. જોકે આ વિસ્તારના સુધરાઈ સભ્ય લખનભાઈ રાજગોરે દર વખતની જેમ આ વખતે પણ પાણીની સમસ્યાનો નિકાલ ન થાય અથવા જ્યાં સુધી કડાણા જળાશય આધારિત પાઇપલાઇનમાં પડેલો ભંગાણ રીપેર ન થાય ત્યાં સુધી સ્વખર્ચ ટેન્કર મારફતે જ્યાં જરૂરિયાત ઊભી થાય છે ત્યાં ટેન્કરો દ્વારા પાણી મોકલી જન પ્રતિનિધિની ફરજ અદા કરી છે.

કડાણા આધારિત પાઇપલાઇનમાં ભંગાણ:છેલ્લા દસ દિવસથી પાણી સપ્લાય ઠપ્પ...દાહોદ શહેરના ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારના લોકોએ શ્રાવણ માસમાં ઉપવાસ અને તહેવાર પાણીની પળોજણમાં ઉજવ્યો..

સ્માર્ટસીટી દાહોદમાં કડાણા જળાશય આધારિત યોજના પર નિર્ભર 20,000 ની વસ્તી ધરાવતા ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારો છેલ્લા દસ દિવસ ઉપરાંતથી જળ સંકટનો સામનો કરવા મજબૂર બની રહ્યા છે.રાખડીના બે દિવસ અગાઉ પાણી સપ્લાય કર્યા બાદ કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણી પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. અને આજે 10 10 દિવસ વીત્યા છતાં પાણી સપ્લાય શરૂ ન થતા પવિત્ર શ્રાવણ માસ અને તહેવારો દરમિયાન વ્રત ઉપવાસની સાથે જળ સંકટ સામે ઝઝુમી રહ્યા છે. આમ તો કડાણા જળાશય આધારિત યોજના જ્યારથી શરૂ થઈ છે ત્યારથી મોદી રોડ તેમજ અન્ય વિસ્તારો માટે અભિશાપ રૂપ સાબિત થઈ રહ્યો હોય તેમ લેખાઈ રહ્યું છે. અવારનવાર આ લાઈનમાં ખામી સર્જાતા આંતરે દિવસે ગોદી રોડ તેમજ અન્ય વિસ્તારો પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. પાણીની સમસ્યાને લઈ અનેક વાર રજૂઆતો બાદ ભૂતકાળમાં નગરપાલિકાના સત્તાધીશો, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, કડાણા જળાશય આધારિત યોજનામાં સંબંધિત અધિકારીઓએ ગાંધીનગર સચિવાલય ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથે એ ખાઈ લેવલની મીટીંગ યોજી હતી જેમાં કડાણા જળાશે આધારિત પાણીની પાઇપલાઇનમાં જે સમસ્યાઓ આવી રહી છે

કડાણા આધારિત પાઇપલાઇનમાં ભંગાણ:છેલ્લા દસ દિવસથી પાણી સપ્લાય ઠપ્પ...દાહોદ શહેરના ગોદીરોડ તેમજ અન્ય વિસ્તારના લોકોએ શ્રાવણ માસમાં ઉપવાસ અને તહેવાર પાણીની પળોજણમાં ઉજવ્યો..

તે તાત્કાલિક ધોરણે દૂર કરી પ્રજાને હિતોને ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી કરવાના આદેશો કર્યા હતા.પરંતુ બે મહિનાનો સમયગાળો વીત્યા છતાય પાણી પુરવઠા મંત્રીના આદેશોનું કોઈ જમીન ઉપર પાલન ન કરતા આખરે દાહોદના ગોદીરોડ સમાજ અન્ય વિસ્તારના રહેવાસીઓએ તહેવારો તેમજ શ્રાવણ માસની ઉપાસ અને વ્રત પાણીની પળોજણમાં કાઢ્યા હતા. આમ તો માલેતુંજાર પરિવારો પાણીની સમસ્યા વેચાતું પાણી લઈ અથવા બોર મારફતે દૂર કરી દે છે પરંતુ સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ અને નાના પરિવારો જેમની પાસે બે ટંક ખાવાના પૈસા નથી અથવા પાણી સંગ્રહ કરવા માટે પૂરતા સાધનો અથવા સંસાધનો નથી તેવા પરિવારોની હાલત ચોક્કસથી કફોડી બની છે તેમાં કોઈ બેમત નથી.જોકે કડાણા જળાશય આધારિત પાણીની સપ્લાયમાં જ્યારે જ્યારે વિક્ષેપ આવ્યો છે ત્યારે ગોદી રોડ વિસ્તારના સુધરાઈ સભ્ય અને નગરપાલિકાના કારોબારી ચેરમેન લખનભાઈ રાજગોરે સ્લમ અને એવા વિસ્તાર જ્યાં ખરેખર પાણીની જરૂર છે. તે જગ્યાએ સ્વખર્ચે પાણીના ટેન્કરો મોકલ્યા છે અને જળ સંકટનો સામનો કરતા ગોદીરોડ વિસ્તારના લોકોની ક્યાંકને ક્યાંક મદદ કરી છે.પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ થાય અને ગોદીરોડ વાસીઓને સમયસર અને પૂરતું પાણી મળે તો જ સાચા અર્થમાં સ્માર્ટ સિટીનું બિરુદ મેળવશે.નહીં તો સ્માર્ટ સિટી બનાવવાના લાયમાં દાહોદ નગર પણ ન રહ્યું તેવો ઘાટ સર્જાશે તેમાં કોઈ બે મત નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!