Wednesday, 11/12/2024
Dark Mode

સુખસર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

September 7, 2023
        807
સુખસર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

બાબુ સોલંકી :- સુખસર 

સુખસર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી સમયમાં આવનાર હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે શાંતિ અને સુરક્ષા માટે ઉપસ્થિત આગેવાનોને આહવાન કરાયું

સુખસર,તા.૭

       આગામી સમયમાં હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારોને નજર સામે રાખી સુખસર પોલીસ સ્ટેશન દ્વારા ગુરૂવારના રોજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સુખસર ખાતે ગૌરવપૂર્ણ પરંપરા મુજબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં એકબીજા સમાજને હળી મળીને તહેવારોની ઉજવણી કરવા સુખસર પી.એસ.આઇ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું.

        શાંતિ સમિતિની બેઠક દરમિયાન સુખસર પી.એસ.આઇ જી.બી. ભરવાડ દ્વારા ગામની સ્થિતિ અને અગાઉના હિન્દુ-મુસ્લિમ તહેવારો નિમિત્તેના વાતાવરણ વિશે જાણકારી મેળવી હતી.તેમજ સુખસરમાં હિન્દુ-મુસ્લિમ સમાજના પર્વ દરમિયાન ગામમાં શાંતિ અને સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત આપવા પણ જણાવ્યું હતું.તેમજ અસામાજિક તત્વો ઉપર કડક નજર રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

       જ્યારે હિન્દુ મુસ્લિમ સમાજના ઉપસ્થિત આગેવાનોએ શાંતિ સમિતિની બેઠક દરમિયાન તમામ ધર્મ કોમ થી ભાઈચારો અને સૌહાર્દ સાથે જે-તે ધર્મના પર્વ દરમિયાન સહભાગીદારીથી તહેવારોની ઉજવણી કરવા બાહેધરી આપી હતી.અને હિન્દુ- મુસ્લિમ તહેવારો નિમિત્તે કોઈ સમસ્યા ઊભી થાય નહીં તેની પણ બાહેધરી આપી હતી.તેમજ અગાઉ જે-તે સમાજના કોઈપણ પર્વ દરમિયાન સુખસર ગામમાં ભાઈચારાથી તહેવારની ઉજવણી થતી આવેલ હોવાનું જણાવ્યું હતું.

       અત્રે નોધનિય બાબત છે કે સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪૫ જેટલા ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. છતાં સ્થાનિક ગ્રામ્ય વિસ્તારનાં લોકો આ બેઠકથી અજાણ હોવાનું જાણવા મળે છે.જ્યારે પંથક માટે જાહેર બેઠક હોય ત્યારે તમામ ગામડાઓના એક- એક તટસ્થ આગેવાનો હાજર હોવા જરૂરી છે.પરંતુ સુખસરના નવયુવાન આગેવાનો સિવાય આ બેઠકમાં કોઈ નજરે પડ્યા ન હતા.જ્યારે શાંતિ સમિતિની બેઠકથી સ્થાનિક પત્રકારો પણ અજાણ હતા!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!