ગૌરવ પટેલ :- લીમખેડા
દાહોદ એસ.ઓ.જી પોલીસ નો સપાટો, માદક પદાર્થનું વેચાણ અને વાવેતર કરતા તત્વોમાં ફફડાટ..
લીમખેડાના બારા ગામેથી બાઈક સવાર ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી જેલભેગો કર્યો.
SOG પોલીસે અંબુજા સિમેન્ટના કોથળામાંથી 19,900 કિંમતનો ગાંજો ઝડપ્યો..
ગાંજાનો મુદ્દામાલ, મોબાઈલ ફોન તેમજ બાઈક મળી 30 હજારનો મુદ્દામાલ કબજે લીધો.
લીમખેડા તા.06
દાહોદ એસ.ઓ.જી પોલીસે લીમખેડા તાલુકાના બાર ગામેથી એક મોટરસાયકલ ચાલક ઈસમને 20,000 રૂપિયાના માદક પદાર્થ ગાંજા સાથે ઝડપી પાડ્યાનો જાણવા મળેલ છે.પોલીસે ઉપરોક્ત બનાવમાં ગાંજાનો મુદ્દામાલ,મોબાઇલ ફોન તેમજ મોટરસાયકલ મળી 30,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દાહોદ એસ.પી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ દારૂ જુગાર તેમજ અન્ય માદક પદાર્થોની ગેરકાયદેસર બદી પર અંકુશ લાવવા વ્યુહરચના ઘડી છે.અને દાહોદ પોલીસ દ્વારા દારૂ જુગાર તેમજ અન્ય માદક પદાર્થનું વેચાણ કરનાર લોકોને જબે કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું.જે અંતર્ગત દાહોદ એસ.ઓ.જી પી.આઈ એસ.એમ.ગામેતીના નેતૃત્વમાં SOG ની ટીમો ગતરોજ રાત્રિના સુમારે પેટ્રોલિંગમાં નીકળી હતી.અને લીમખેડા તાલુકાના અંબા ચોકડીથી બારા ગામ તરફ જઈ રહી હતી.તે સમયે રસ્તામાં લીમખેડા તાલુકાના બાર ગામના દિનેશભાઈ પર્વતભાઈ બારીયા પોતાના કબજાની Gj-20-H-7125 નંબરની મોટરસાયકલ પર અંબુજા સિમેન્ટની થેલીમાં કંઈક શંકાસ્પદ વસ્તુ લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે SOG પોલીસની ટીમને શંકા જતા પોલીસે તેને રોકી મોટરસાયકલ પર બાંધેલા અંબુજા સિમેન્ટના કોથળાની તલાસી લેતા તેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ હોવાની શંકા જતા પોલીસે પકડાયેલા દિનેશભાઈ બારીયાને લીમખેડા પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરતા તેની પાસેથી 19,900 ની કિંમતનો 1,930 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે દિનેશભાઈ પર્વતભાઈ ની અટકાત કરી તેની પાસેથી ગાંજાનો જથ્થો, 2,000 કિંમતનો મોબાઇલ ફોન તેમજ 10,000 કિંમતની મોટરસાયકલ મળી કુલ 30,000 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે લીમખેડા,પીપલોદ તેમજ દેવગઢબારિયા વિસ્તારમાંથી આ અગાઉ પણ એસ.ઓ.જીની ટીમે નશાનું વાવેતર કરતા ખેડૂતોને ઝડપી તેમની પાસેથી લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો ભૂતકાળમાં ઝડપી પાડવામાં સફળતા સાપડી છે. ત્યારે આ વિસ્તારમાં હજી કેટલા લોકો નશાનું વાવેતર અને વેચાણ કરી રહ્યા છે.? તે એક મોટો સવાલ છે. જોકે અત્યારે તો પોલીસે ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપાયેલા ઈસમને જેલ હવાલે કર્યો છે પરંતુ આ વિસ્તારમાં અન્ય કેટલા લોકો નશાનું વાવેતર કરી રહ્યા છે. તે અંગે સંમતિ પોલીસની ટીમો દ્વારા તલસ્પર્શી તપાસ ધરવામાં આવે તે પણ એક સમયની માંગ છે.