લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે શ્રાવણીયો જુગાર રમતા ચાર ઈસમોને લીમખેડા પોલીસે દબોચી જેલભેગા કર્યા…
પોલીસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચારેય ખેલીઓ પાસેથી 18 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો..
લીમખેડા તા.04
લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે ચાલતા શ્રાવણીયા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી ચાર ખેલીઓને 18 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે દબોચી જેલહવાલે કર્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામના
જીતેન્દ્ર ગણપત ભરવાડ રહે.જેતપુર,લીમખેડા, નિલેશ મૂળિયા ભરવાડ, દિનેશ અમરા ભરવાડ તેમજ ભારત કાનજી ભરવાડ. સહિતના ચાર ખેલીઓ ભેગા મળી આરસીસી રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહ્યો હોવાની બાતમી લીમખેડા પોલીસને મળતા લીમખેડા પોલીસ મથકના ASI
સંજયભાઈ મોતિયાભાઈ,પો. કો.વિજયભાઈ જવસીંગભાઈ,પ્રતાપભાઈ માનજીભાઈ,મનીષભાઈ સોમાભાઈ,દ્વારા જેતપુર (દુ) ગામે ચાલતા શ્રાવણીયા જુગારધામ પર દરોડો પાડી ઉપરોક્ત ચારેય ખેલીઓને દબોચી દાવ પરથી તેમજ અંગ જડતી દરમિયાન 18,500 રૂપિયાની માલમતા કબજે કરી ઉપરોક્ત ચારેય ખેલીઓ વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કરી જેલ ભેગો કર્યો હતો.