ઇલ્યાસ શેખ :- સંતરામપુર
મુસાફરોની સુવિધામાં વધારો:ગુજરાત સરકારે સંતરામપુર ડેપોને ત્રણ નવી એસટી બસ ફાળવી.
સંતરામપુર એસટી ડેપોને ફાળવેલી ત્રણ નવી બસોને કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરે લીલીઝડી આપી…
સંતરામપુર તા. ૩
સંતરામપુરના મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રોફેસર કુબેરભાઈ ડીંડોર સાહેબના વરદ હસ્તે 3 નવી બસોની ફાળવેલી રીબીન કાપીને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને લીલી જંડી આપીને એક સાથે ત્રણ બસોનું પ્રસ્થાન કરાયું એસટી વિભાગ દ્વારા ધ્યાનમાં રાખીને અને શિક્ષણ મંત્રીના આદેશ મુજબ ત્રણ રૂટ ફાળવવામાં આવેલા હતા અને ત્રણે ત્રણ અલગ અલગ સમય પ્રમાણે સંતરામપુર વાયા સંતરોડ થઈ ઉંડારા અને ગોધરા આવા ત્રણ અલગ અલગ ઋતુ અલગ અલગ સમયમાં ફેરફાર કરીને એક સાથે ત્રણ નવી બસ શરૂ કરવામાં આવી હવે મુસાફરોની ગોધરા જવા માટે વધારે સમય
બગાડવો નહીં પડે સંતરામપુર થી ગોધરાની એક સાથે ત્રણ બસો શરૂ કરતા મુસાફરોમાં ખુશી જોવા મળી હતી વર્ષોમાં પ્રથમવાર ગોધરા સંતરામપુર વાયા ઊંડા બસ જે વર્ષોથી લોકોની માંગણી હતી મુસાફરોની તે શરૂ કરતાં હર્ષની લાગણી જોવા મળી હતી અને બસની રીબીન કાપીને શિક્ષણ મંત્રીએ જાતે બસની અંદર મુસાફરી પણ કરી અને મુસાફરી કરતા અંદર બેઠેલા મુસાફરોને પણ આ સ્તરે જનક જોવા મળ્યું હતું કે પ્રથમવાર મંત્રીને બસમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા અને જણાવેલું કે અમને પણ મંત્રી સાથે બસની મુસાફરી કરવામાં મોકો મળ્યો આ ઉદઘાટનમાં એસટી ડેપોના મેનેજર સ્ટાફ ડ્રાઇવર કંડકટર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા સંતરામપુર ખાતે ફાળવેલી ત્રણ નહીં બસોનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કેબિનેટ દ્વારા તેમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.