કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા મહિલાઓ દ્વારા ધાડ પાડવાનો ટોટકો કરવામાં આવ્યો…
સિંગવડ તા. ૩
સિંગવડ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસાદ ખેંચાઈ જતા ગામડાની મહિલાઓ દ્વારા જૂની પરંપરા મુજબ હજુ પણ વરસાદને રીઝવવા માટે અલગ અલગ જાતના ટોટકા કરવામાં આવતા હોય છે. જ્યારે સિંગવડ ગામમાં પણ સંજેલી તાલુકાના પીછોડા ગામની મહિલાઓ દ્વારા હનુમાનજી મંદિર પીછોડામાં સ્થાપના કરી અને ત્યાંથી પાણી ભરી લઈને ચાલતી ચાલતી બધી મહિલાઓ એકઠી થઈને ધાડ સ્વરૂપે સિંગવડના રત્નેશ્વર મહાદેવ મંદિર તથા ભમરેજી માતાના મંદિરે પાણી ભરી લઈને આવી હતી. તે પાણીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.જ્યારે મહિલાઓ દ્વારા પુરુષોનો વેશ ધારણ કરી આવતા હોય છે.જ્યારે એ મહિલાઓ દ્વારા ફરી કબૂતરી નદીમાંથી પાણી ભરીને ચાલતા ચાલતા પીછોડા ગામમાં સ્થાપના કરેલા દેવતાના ઉપર પાણી ચઢાવવામાં આવતું હોય છે જ્યારે આ રીત કરવાથી વરસાદને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે જ્યારે ખરેખર આ વરસાદ ને રીઝવવા માટે ઘણા ગામડાની મહિલાઓ દ્વારા ધાડ પાડવાની પરંપરા ચલાવવામાં આવે છે જેને લીધે વરસાદને પણ આવવું પડતું હોય છે જ્યારે આ પરંપરાથી મહિલા દ્વારા આ ધાડ પાડવા નીકળે ત્યારે કોઈ પણ પુરુષ સામે દેખાવો નહીં જોઈએ તેમ પણ તેની માન્યતા છે. જ્યારે મહિલાઓ દ્વારા આ વરસાદને રીઝવવા માટે અલગ અલગ જાતના ટોટકા કરવામાં આવતા હોય છે અને વરસાદની રિઝવામાં આવતા હોય છે.