રાહુલ ગારી :- ગરબાડા
માતા-પિતાથી વિખુટી પડેલી 9 વર્ષીય બાળકીનું પરિવારજનો સાથે ગરબાડા પોલીસે પુનઃ મિલન કરાવ્યુ..
દાહોઅ તા. ૩
દાહોદ તાલુકાના જાલત ગામની 9 વર્ષની બાળકી માતા-પિતાથી વિખુટી પડી ગરબાડા ગુજરાત-મધ્ય પ્રદેશને જોડતી મીનાક્યાર બોર્ડર પરથી એક જાગૃત ઈસમને મળી આવતા જાગૃત વ્યક્તિએ આ બાળકીને લઇ ગરબાડા પોલીસ મથકે લાવી પોલીસને સુપરત કરી હતી. જે બાદ ગરબાડા પોલીસની શી ટીમ દ્વારા આ બાળકીનાં પરિવારજનોની શોધખોળ આદરી બાળકીનાં ફોટો શોશયલ મીડિયામાં વાયરલ કરતા ગણતરીનાં કલાકોમાં બાળકીનાં પરિવારજનો મળી આવતા પોલીસે બાળકીનાં પરિવારજનોને પોલીસ મથકે બોલાવી બાળકીનાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ બાળકીને પરીવારજનોને સુપરત કરી હતી..
ગત તા.૦૨/૦૯/૨૦૨૩ ના કલાક ૦૩ વાગ્યે ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન ઝરીબુઝર્ગ ગામના મોતીભાઇ પુનિયાભાઇ ગણાવા રહે. ઝરીબુઝર્ગ નાઓ એક ૯ વર્ષની બાળકિને લઇને પોલીસ સ્ટેશન આવેલ અને કહેલ કે એક બાળકી ગુજરાત એમ.પી બોર્ડર ઉપરથી મળી આવેલ છે, તે પોતાના ગામનુ નામ કે તેના માતા-પિતાનુ નામ બોલતી નથી.તે પછી તેનો કબજો ગરબાડ શી- ટીમે સંભાળી તેના વાલી વારસોની શોધખોળ માટે દિકરીના ફોટા પાડી ગરબાડા પો.સ્ટે.વિસ્તારના ગામડાના સરપંચો તથા કતવારા વિસ્તારના સરપંચોના તથા એમ.પી.ના નજીકના સેજાવાડા ગામડાના સરપંચોનો સપંર્ક કરી ફોટા પાડી વ્હોટ્સઅપ ગૃપમા મુકતા સદર દિકરી પ્રવિણભાઇ લાલચંદભાઇ બિલવાળ રહે. જાલત નાકા ફળીયા તા.જિ.દાહોદનાની હોવાનુ જણાયેલ જેથી તેમનો સંપર્ક કરી દિકરીના માતા-પિતાને ઘરેથી બોલાવી દિકરી સાવિત્રાબેન ઉર્ફે સાવુબેનનો કબજો સોંપવામાં આવ્યો હતો
આમ ગરબાડા પોલીસને નાની દિકરી સાવિત્રાબેન ઉર્ફે સાવુબેનને તેના માતા-પિતા સાથે મિલન કરાવવામા ગરબાડા પોલીસ શી-ટીમને સફળતા મળેલ