રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લા પોલીસે ગુમ થયેલા મોબાઈલ ફોન ને ટેકનિકલ સોર્સથી શોધી મૂળ માલિકોને પરત કર્યા..
દાહોદ તા. ૩
દાહોદ જિલ્લા પોલીસે જુદી જુદી જગ્યાએથી ગુમ થયેલા અને ઈ-એફઆઇઆરમાં નોંધાયેલા 60,000 કિંમતના 6 મોબાઈલ ફોનને ટેકનિકલ સોર્સના મદદથી શોધી કાઢી તેમના મૂળ માલિકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ સુપ્રત કરવામાં આવ્યા હતા.
દાહોદ પોલીસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અનડી્ટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.જે અંતર્ગત પોલીસવડાના નિર્દેશનમાં ઈ-એફઆઇઆરમાં નોંધાયેલા અને દાહોદ ટાઉન એ ડિવિઝનમાંથી ગુમ થયેલા ત્રણ મોબાઈલ ફોન,ગરબાડા પોલીસ મથકમાંથી ગુમ થયેલા બે મોબાઈલ ફોન તેમજ દેવગઢબારિયા પોલીસ મથકના વિસ્તારમાંથી ગુમ થયેલા એક મોબાઈલ ફોન મળી કુલ 60,000 કિંમતના 6 મોબાઈલ ફોનને ટેકનિકલ સોર્સથી શોધી કાઢી તેઓના
મૂળ માલિકોને પોલીસ મથકે બોલાવી મોબાઈલના બિલ તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ દાહોદ ડિવિઝનના એએસપી કોરોકોન્ડા સિદ્ધાર્થના હસ્તે સુપરત કરવામાં આવ્યા હતા.તેમજ મોબાઈલ ફોન માલિકોને પુનઃ મોબાઇલ ગુમ ન થઈ જાય તે માટે મોબાઈલ ફોન ને સાચવી રાખવા સૂચના આપવામાં આવી હતી.