વિનોદ પંચાલ :- દાહોદ
દાહોદમાં પરણીતાને સાસરિયાંઓ દ્વારા ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતા પોલીસના શરણે…
દાહોદ તા.૦૨
દાહોદ શહેરમાં રહેતી એક પરણિતાના તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતાં પરણિતાએ ન્યાયની ગુહાર માટે દાહોદ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.
દાહોદ શહેરના સ્ટેશન રોડ ઠક્કર ફળિયા ખાતે બાગે ઝેહરા એપાર્ટમેન્ટમાં રહેતાં ૩૪ વર્ષિય મેહજબીન હકીમ હુસેનીભાઈ હરરવાલાના લગ્ન તારીખ ૦૯.૦૧.૨૦૦૭ના રોજ તેમનાજ ફળિયાના હુસેની બાગ એપાર્ટમેન્ટમાં રહેતાં હકીમ હુસેનીભાઈ હરરવાલા સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી મેહજબીનબેનને પતિ હકીમભાઈ તથા સાસરીપક્ષના હુસેનીભાઈ કુરબાનહુસેન હરરવાલા અને નરગીસબેન હુસેનીભાઈ હરરવાલાએ સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને પરણિતા મેહજબીનબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપી અનાર નવાર તેઓની સાથે મારઝુડ કરતાં હતાં અને પતિ તથા સાસરીયાઓ દ્વારા મેણા, ટોણા મારી બેફામ ગાળો બોલી કહેતા હતાં કે, તું તારા બાળકોને લઈને તારા પિતાના ઘરે જતી રહે, તારે મારા જાેડે રહેવાનું નથી અને તને ખર્ચ-પાણી પણ મળશે નહીં, તારાથી જે થાય તે કરી લેજે, મારી પાસે ઘણા રૂપીયા છે, તને જ્યાં જવું હોય જે અરજી કરવી હોય તે કરી લે, તેમ કહી પહેરેલ કપડે મેહજબીનબેનને ઘરમાંથી કાઢી મુકતાં મેહજબીન પોતાના પિયરમાં આવી પહોંચી હતી અને આ સંબંધે પોતાના પતિ તથા પોતાના સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————-