વિનોદ પંચાલ દાહોદ
દાહોદની સમસ્યા અંગે રજૂઆત કરવા આવેલા શહેર કોંગ્રેસ સમિતિને ચીફ ઓફિસર ન મળતા ભાજપ તેમજ નગરપાલિકા વિરોધી સૂત્રોચ્ચાર કરી પાલિકાના ગેટને તાળા માર્યા.
દાહોદની સમસ્યા અંગે અવારનવાર રજૂઆત અર્થે આવતા પહેલા જાણ કરી હોવા છતાં પાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર ગેરહાજર મળતા હોવાના આક્ષેપો…
નગરપાલિકા સામે કોંગ્રેસે ભાજપ તેમજ ચીફ ઓફિસરk વિરોધી સૂત્રોચ્ચાર કર્યા: સ્થાનિક પોલીસે કોંગી નેતાઓને ડીટેઈન કર્યા.
બે કલાકના હાઈ વૉલ્ટેજ ડ્રામા બાદ ચીફ ઓફિસર આવતા કોંગી નેતાઓએ આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી.
ઊંઘી નેતાઓએ નગરપાલિકા ઉપરાંત મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યો..
વીજળી,પાણી,રખડતા ઢોર,તૂટેલા રસ્તા,ગંદકી, સફાઈ કામદારોને કાયમી કરવા, ગ્રેજ્યુએટી વધારવા તેમજ વિધવા બહેનોને સહાય પૂરી પાડવા ઉગ્ર માંગ કરી..
દાહોદ તા.01
દાહોદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા શહેરના નાગરિકોને પડતી સમસ્યાઓને લઈને ઘરે ઘરે જઈને અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા ખાતે નગરજનોની સમસ્યાઓની રજુઆતને લઈને પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને આવેદન આપી રજુઆત કરવા માટે માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેમજ જિલ્લાના અને શહેરના કોંગ્રેસી હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરપાલિકામાં પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન મળતા કોંગ્રેસીઓએ નગરપાલિકાના ગેટને તાળા મારી વિરોધ દર્શાવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી
અને પોલીસે કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની અટકાયત કરી તેમને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા અને દાહોદના માજી સાંસદ તેમજ ગરબાડાના માજી ધારાસભ્ય અને મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ ગેટ ઉપર બેઠી રહી હતી અને સરકાર વિરોધી તેમજ નગરપાલિકા વિરોધી નારા મારી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ નગરપાલિકા ખાતે મુખ્ય અધિકારી આવી જતા નગરપાલિકાના ગેટના તાળા ખોલી અને
નગરપાલિકા બહાર જ નગરજનોની સમસ્યાઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના હોદ્દેદારોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી દાહોદના મામલતદારને પણ નગરજનોની સમસ્યાઓને લઈને તેમજ વિધવા પેન્શનને લઈને રજૂઆતો કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું