
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ તરીકેનો ચાર્જ સંભાળતા પીએસઆઇ જે.બી.તડવી
ફતેપુરા તા.૩૦
દાહોદ જિલ્લા પોલીસવડા ડૉ.રાજદીપસિંહ ઝાલાએ હાલમાં દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના પીએસઆઇઓની બદલી કરી છે જેમાં ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. જી.કે ભરવાડની પણ બદલી કરવામાં આવી છે.તેઓના સ્થાને ફતેપુરા પોલીસ મથકના પીએસઆઇ તરીકેનો ચાર્જ
સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ જે.બી.તડવીને ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજ રોજ પીએસઆઇ જે બી તડવી ફતેપુરા પોલીસ મથકે હાજર થયા હતા અને ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.