સંતરામપુરના ચિતવા ગામે અગાઉ થયેલ બોલાચાલીની અદાવતે ચાર ઈસમોએ સરપંચને ફટકાર્યો..
સંતરામપુર તા.28
સંતરામપુર તાલુકાના ચિતવા ગામના સરપંચ પર ચાર જેટલા ઈસમોએ જીવલેણ હુમલો કરતા પોલીસે ચાર ઈસમો સામે નામજોગ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સંતરામપુર તાલુકાના ચિતવા ગામના સરપંચ સુરેન્દ્રભાઈ નાથાભાઈ ડામોર હુમલો કરનાર ચાર આરોપી કહેલું કે તારા ભત્રીજાએ પ્રવીણ રાજેશભાઈ નામે ગઈકાલે કેમ અમારી જોડે બોલાચાલી કરે તેમ કહીને ફરિયાદીનેમાં બેનને ગાળો સંભળાવી અને સરપંચને ગઢડા પાડો માર મારી જમીન ઉપર પડેલા પથ્થર અને ઈટોના ટુકડા હાથમાં પકડીને માર માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સરપંચ સુરેન્દ્રભાઈને હુમલો કરતા અને મારામારી કરતા જમીન ઉપર પડી ગયા હતા તાત્કાલિક આજુબાજુવાળા દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. સરપંચને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે સંતરામપુર પોલીસે ચારના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો ગામના સરપંચ જ સલામત નહીં તો આમ પ્રજાની શું સલામતી અંદર ચર્ચાનો વાયુ વેગ પકડ્યો આવા માથે ભારે ઇસમો સામે વધુ તપાસ હાથ ધરી આરોપી બળવંતભાઈ રૂમાલભાઈ ડામોર ભાઇ કિરપાલભાઇ બળવંતભાઈ ડામોર નૈતિકભાઇ બળવંતભાઈ ડામોર પુષ્પાબેન બળવંતભાઈ રૂમાલભાઈ ડામોર પોલીસે ચારનો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.