ઇલ્યાસ શેખ :- સંતરામપુર
વિકાસના પોકળ દાવાઓ વચ્ચે નવાગામના લોકો પાણી માટે રઝળપાટ કરતા ગ્રામજનો…
પંચમહાલ જિલ્લાના નવાગામના ગ્રામજનોને પાણી ભરવા જવા માટે બે કિલોમીટર તો ચાલવું જ પડે…
ગુજરાત સરકાર દ્વારા વાસ્મોની નલ સેજલ યોજનાનો નવા ગમના લોકોને લાભ મળ્યો જ નથી…
સંતરામપુર તા.21
સરકાર દ્વારા પંચમહાલ જિલ્લામાં મહીસાગર જિલ્લામાં ઘર આંગણે પાણી મળી રહે તેના હેતુથી યોજના શરૂ કરવામાં આવેલી પરંતુ આ યોજના હજુ સુધી પૂર્ણ વિનંતી થઈ અને ગ્રામજનોને કનેક્શનનો પણ આપવામાં આવેલા જ નથી ના છૂટકે ગામની મહિલાઓ બે થી ત્રણ કિલોમીટર ચાલીને હેડ પંપ ઉપર અથવા કુવા પર પાણી ભરવા જતા હોય છે ઉનાળો નહીં પણ ચોમાસામાં પણ પાણીની ગંભીર પરિસ્થિતિ જોવાયેલી છે નલ સેજલ નલ સેજલ ફક્ત બોલવામાં જ આવે છે હજુ સુધી નવાગામ અગરવાડા મોરા આવા વિવિધ ગામોમાં હજુ સુધી કોઈન નલ સેજલનો આ યોજનાનો લાભથી વંચિત રાખવામાં આવેલા છે મોટાભાગના લોકો હજુ પણ ચાલી ચાલી ને પાણી લેવા જતા જ હોય છે આવી પરિસ્થિતિ પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં જોવા મળી આવેલી છે ફક્ત કેટલા ગામોમાં તો. પાણીના ટાંકા એકલા જ ઉભા કરેલા છે પરંતુ આદિન સુધી મોરવા હડફ તાલુકાના મોટાભાગના ગામડાને નળ કનેક્શન આપેલા જ નથી જ્યારે બીજા લોકોને કનેક્શન તો આપેલા છે તો પાણી જ નથી આવતું તેવી પરિસ્થિતિઓ જોવા મળેલી છે જ્યારે અગરવાડા ગામની અંદર હજુ સુધી કનેક્શન આપ્યા પછી પાણી જ નથી આવ્યો તો ત્યાંના સરપંચ અને તલાટીએ નલ સેજલ યોજના હેઠળ પાણી વેરો ભરવાની સુચના અને નોટિસ આપી છે પાણી આવતા પહેલા તો વેરો વસુલાત કરવાની પણ ગામડાઓમાં ચાલુ કરી દીધી છે આવી પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી આવેલી છે.