દાહોદના APMC ગેટ નજીક છાયડામાં બેઠેલા વૃદ્ધ વ્યક્તિનું આકસ્મિત રીતે મોતને ભેટ્યો..
મરણ જનાર વૃદ્ધના મૃતદેહને ઝાયડસ હોસ્પિટલમાં PM માટે ખસેડાયો,પરીવારમાં શોક..
દાહોદ તા.17
દાહોદ તાલુકાના ટીમરડા ગામે રહેતા બચુ ભાઈ મેડા જે વડોદરા ખાતે રેલ્વેમાં ફરજ નિભાવતા હતા.અને હવે તેઓ નિવૃત થઈ ગયા હતા.અને પોતાના પરિવાર સાથે ટીમરડા ગામેં નિવૃત જીવન ગુજારતા હતા.જે આજે પેન્શન લેવા દાહોદની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં આવ્યા હતા.ત્યારે પેન્શન લઈ અનાજ માર્કેટના ગેટ નંબર 2 પર છાયડામાં બેઠા હતા.તે દરમિયાન અચાનક બચુભાઈને ચક્કર આવી જતાં બચુભાઈ મેડા જમીન પર બેઠા બેઠા પડી ગયા હતા.અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હોવાનું માલુમ પડ્યું હતું.ત્યારે અજાણ્યો વૃદ્ધ ઈસમ જમીન પર પડતા માથાના ભાગે ગંભીર ઇજાં થતા લોહીં લુહાણ થયા હોવાની જાણ આસપાસના લોકોને થતા લોકો દોડી આવી વૃદ્ધ વ્યક્તિની ઓળખ કરી તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બચુભાઈની મોત થયા હોવાના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનું માતમ ફરી વળ્યું હતું.અને તેમના મૃતદેહને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતુ.