Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદમાં ખાતર મેળવવા છેલ્લા પાંચ દિવસથી ધરમધક્કા ખાવા મજબુર ખેડૂતો:સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખાતરની કાળાબજારી કરી ખેડૂતો પાસે ઊંચા ભાવે વસુલતા હોવાના આક્ષેપો,

August 16, 2023
        459
દાહોદમાં ખાતર મેળવવા છેલ્લા પાંચ દિવસથી ધરમધક્કા ખાવા મજબુર ખેડૂતો:સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખાતરની કાળાબજારી કરી ખેડૂતો પાસે ઊંચા ભાવે વસુલતા હોવાના આક્ષેપો,

દાહોદમાં ખાતર મેળવવા છેલ્લા પાંચ દિવસથી ધરમધક્કા ખાવા મજબુર ખેડૂતો…

ખાતરના વિતરણમાં કાળાબજારી થતા હોવાના ખેડૂતોના આક્ષેપો: રોજગાર તેમજ ઘરબાર છોડી ખાતરની બે થેલીઓ લેવા ખેડૂતોની વિતરણ કેન્દ્રો પર પડાપડી...

સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખેડૂતો પાસે ઊંચા ભાવે વસુલતા હોવાના આક્ષેપો, વહીવટી તંત્રના અધિકારીઓ ચૂપ કેમ.?

દાહોદ જિલ્લામાં ખાતરની કાળા બજારીનો વિડીયો વાયરલ: એગ્રો સેન્ટર સંચાલકનું કેન્દ્ર સસ્પેન્ડ કરાયું...

દાહોદમાં ખાતર મેળવવા છેલ્લા પાંચ દિવસથી ધરમધક્કા ખાવા મજબુર ખેડૂતો:સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખાતરની કાળાબજારી કરી ખેડૂતો પાસે ઊંચા ભાવે વસુલતા હોવાના આક્ષેપો,

દાહોદ તા.15

 દાહોદ શહેર ઉપરાંત જિલ્લામાં ખાતર મેળવવા માટે ખેડૂતો પડા પડી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સરકાર માન્ય એગ્રો સેન્ટર પર ખાતર મેળવવા માટે ખેડૂત ખાતેદારો વહેલી સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં તેઓને સમયસર ખાતર ન મળતા ખેડૂતોમાં રોશની લાગણી ફેલાવવા પામી

છે તો સાથે સાથે એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખાતરમાં કાળા બજારી કરી ઊંચા ભાવો વસૂલતા હોવાની પણ બુમો ઉઠવા પામી છે. જેના પગલે છેલ્લા આઠ દિવસથી ખાતર મેળવવા માટે દાહોદ એપીએમસી ખાતે ખેડૂત ખાતેદારો લાઇનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. પરંતુ તેઓને ખાતર મળતું ન હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. ત્યારે સંબંધિત વિભાગ દ્વારા એગ્રો સેન્ટર ચાલકોનો લૂલો બચાવ કરતા હોવાનું સામે આવ્યું છે.

દાહોદમાં ખાતર મેળવવા છેલ્લા પાંચ દિવસથી ધરમધક્કા ખાવા મજબુર ખેડૂતો:સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખાતરની કાળાબજારી કરી ખેડૂતો પાસે ઊંચા ભાવે વસુલતા હોવાના આક્ષેપો,

 દાહોદ જિલ્લામાં હવે ચોમાસુ અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરી રહ્યું છે. જેના પગલે દાહોદ જિલ્લામાં બે લાખ ઉપરાંત ખેડૂતોમાંથી 1.10 લાખ ખેડૂતો ખેડૂત ખાતેદાર તરીકે સરકારી ચોપડે નોંધાયેલા છે. આ વર્ષે દાહોદ જિલ્લામાં 2.16 લાખ હેક્ટર જમીનમાં મકાઈ તેમજ અન્ય પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે હાલ મકાઈ તેમજ અન્ય ઉભા પાકોમાં જંતુનાશક દવા તેમજ ખાતર ની જરૂરિયાત ઊભી થતા ખેડૂત ખાતેદારો સરકાર માન્ય એગ્રો સેન્ટર ખાતે છેલ્લા આઠ આઠ દિવસોથી લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.

દાહોદમાં બે થેલી ખાતર મેળવવા માટે વહેલી સવારથી મોડી સાંજ સુધી ખેડૂતો કતારમાં: ખાતરની કાળા બજારી તેમજ ઉચાભાવોની વસુલાતના આક્ષેપો.

દાહોદમાં ખાતર મેળવવા છેલ્લા પાંચ દિવસથી ધરમધક્કા ખાવા મજબુર ખેડૂતો:સરકાર માન્ય એગ્રો સેન્ટર સંચાલકો દ્વારા ખાતરની કાળાબજારી કરી ખેડૂતો પાસે ઊંચા ભાવે વસુલતા હોવાના આક્ષેપો,

 

દાહોદના એપીએમસી ખાતે છેલ્લા આઠ દિવસથી ખેડૂતો તેમજ તેમના ઘરની મહિલાઓ બે થેલી ખાતર મેળવવા માટે વહેલી સવારથી કામ ધંધો થોડી પોતાના પરિવાર તેમજ ઘરના સભ્યોને બીજાના ભરોસે મૂકી, અથવા ઘરને તાળા મારી નાના બાળકો સાથે સરકાર માન્ય એગ્રો સેન્ટર પર વહેલી સવારથી મોડી સાંજ સુધી લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.પરંતુ તેઓને ખાતર ન મળતા તેઓ વીલા મોઢે પરત ફરી રહ્યા છે. ખાતર મેળવવા લાઈનમાં ઊભેલા ખાતેદારોના આક્ષેપો મુજબ સરકારે માની એગ્રો સેન્ટર પર ઓછા ભાવે ખાતર વેચાઈ રહ્યું છે. સરકાર માન્ય એગ્રો સેન્ટર પર પૂરતો સ્ટોક નથી, અથવા પોષ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય છે, અંગૂઠો થતો નથી તેવા જુદા જુદા કારણો આપી ખાતર આપતા નથી. ત્યારે બહારના વેપારીઓ આ સેન્ટર ઉપરથી પાછલા બારણેથી ટેમ્પોમાં બારોબાર ખાતરનો જથ્થો લઈ જઈ બહારની દુકાનોમાં ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે. જ્યારે ખેડૂતોનો સમયસર જથ્થો મળી રહ્યો નથી તેવા આક્ષેપો પણ કિસાન કેન્દ્ર પર લાઈનમાં લાગેલા ખેડૂત ખાતેદારો કરી રહ્યા છે.

ખાતર પૂરતા સ્ટોકમાં હાજર છે. પરંતુ પોસ્ટ મશીનમાં એન્ટ્રી કર્યા બાદ ખાતરનું વિતરણ કરવાનું હોવાથી પ્રોસેસમાં વાર થતા લાઈનો લાગે છે :- એગ્રો સેન્ટર સંચાલક

 હાલ ખેડૂતો ખાતર મેળવવા માટે સેન્ટર પર આવી રહ્યા છે.ગઈકાલે 900 થેલી ખાતરનો વિતરણ કર્યો હતો. અને આજે 1000 થેલીઓનો સ્ટોક હાજર છે.અમે નિયમો અનુસાર પોસ મશીનમાં એન્ટ્રી કર્યા બાદ ખેડૂતોને નિયમિત રીતે ખાતાનો વિતરણ કરી રહ્યા છે. પરંતુ પોસ્ટ મશીનમાં એન્ટ્રી કરવાની પ્રોસેસમાં સમય જતો હોવાથી ઘણીવાર વિતરણમાં વાર થતાં લાઈનો લાગે છે પરંતુ અમે બધા ખેડૂતોને સમયસર ખાતરનું વિતરણ કરી રહ્યા છે.

મકાઈ ફ્લાવરરિંગ સ્ટેજ પર હોવાથી હાલ ખાતરની જરૂરિયાત ઊભી ખાતર લેવા પડા પડી કરી રહ્યા છે :- સી.એન. પટેલ (નાયબ ખેતી નિયામક )

દાહોદ જિલ્લામાં આ વખતે મોટામાયે વાવેતર થયું છે.દાહોદ જિલ્લામાં 2.16 લાખ હેકટરમાં મકાઈનું વાવેતર થયું છે.જેના પગલે એકસાથે માંગ ઉઠવા પામી છે. ખેડૂતો એપ્રિલ મેં માસમાં એડવાન્સમાં ખાતર લેતા નથી કારણ કે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ એડવાન્સમાં ખાતર લઈ શકતા નથી અને હવે જરૂરિયાત ઊભી થતા એકસાથે માંગો ઉઠવા પામી છે જેના પગલે સરકાર માની એગ્રો સેન્ટર પર ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા છે.

સુખસર ખાતે ખાતરના ઊંચા ભાવ વસૂલતા હોવાનું વિડીયો વાયરલ થતાં સરકાર માન્ય એગ્રો સેન્ટરનું માન્યતા રદ કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.

દાહોદ જિલ્લામાં ખાતરનું વિતરણ ચાલુ છે તેવા સમયે ગઈકાલે સુખસર ખાતે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સરકાર માની એગ્રો સેન્ટરના સંચાલક દ્વારા સરકાર દ્વારા નક્કી કરેલા રકમથી વધુ રકમ નું જાહેરમાં ઉઘરાણું કરી બિયારણનું વિતરણ કરતું હોવાનું સામે આવતા આ મામલો સંબંધિત વિભાગમાં પહોંચતા નાયબ ખેતી નિયામક કચેરી દ્વારા ઉપરોક્ત સરકાર માન્ય એગ્રો સેન્ટરની માન્યતા રદ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે સાથે સાથે આની તટસ્થ અને ન્યાયિક તપાસ બાદ આના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવા માટેની ભલામણ પણ સંબંધિત કચેરીના સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!