ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બે પીઆઇ,બે પી.એસ.આઇ તેમજ બે ASI ને પ્રશસ્તી પત્ર અર્પણ કરાયા…
દાહોદ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસઅધિકારીઓ તેમજ કર્મચારીઓને સન્માનિત કરાયા..
દાહોદ તા.16
દાહોદ જિલ્લામાં યોજાયેલા 77 માં સ્વાતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પોલીસમાં વિવિધ ગુનાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પાંચ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રશશતી પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા આવ્યા હતા
તેઓએ વિવિધ ગુનાઓમાં કુનેહપૂર્વક કરેલ ઉત્કૃષ્ટ કામગીરીની પોલીસ ખાતા તેમજ રાજ્ય સરકારે નોંધ લીધી હતી. જેના પરિણામ સ્વરૂપ તેઓને સન્માનિત કરવામાં આવતા ઉપરોક્ત પોલીસ કર્મીઓએ દાહોદ પોલીસનું ગૌરવ વધાર્યું હતું.
દાહોદમાં 77 માં સ્વાતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઝાલોદ ખાતે રાજ્ય સરકારમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષમાં યોજાયો હતો જેમાં પોલીસ બેડામાં પોતાના ફરજ કાલ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે.ડી. ડીંડોરે તાજેતરમાં સુરત ગ્રામ્યમાં ઘડપણ ચોરીને અંજામ
આપી ભાગેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થાય તે પહેલા વડોદરા ભરૂચ તેમજ તાપી જિલ્લામાં 9 અનડી્ટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી ત્રણ ઈનામી આરોપીઓને ઝડપી પાડવા માટે, દાહોદ બી ડિવિઝનના પીઆઇ એ.એન.ગઢવી તેમજ ASI ઐયુબભાઈ સીમનભાઈ ને બાળ કક્કરી કરતી ગેંગને ઝડપી તે બાળકોના પરિવાર સાથે મિલન કરાવવા માટે,દાહોદ એલસીબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એમ.એલ ડામોરને લીમડી ગામેથી ગુમ
થયેલી ત્રણ વર્ષીય બાળકીને ગણતરીના કલાકોમાં શોધી તેમના પરિવાર જોડે મિલન કરાવવા બાબતે, પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇ જી.બી પરમાર,તેમજ ASI અનિલભાઈ બળવંતભાઈ ને ભથવાડા ભુતિયા ગામ પાસે પુલ નીચે ફસાયેલાં ફોરવીલર ગાડીમાંથી અમદાવાદના જીલ તેમજ પ્રીતને, અપહરણ કરતા હો તેમજ ખંડણીખોર પાસેથી મુક્ત કરાવવા બાબતે કરેલ કાર્યવાહીને પોલીસ ખાતાએ બિરદાવી હતી અને તેની નોંધ લઈ ઉપરોક્ત પોલીસ અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.