
ઝાલોદ તાલુકાના કદવાળમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો છાપો: છ જુગારીયાઓ 13 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા.
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામે ગામતળ ફળીયામાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યામાં મધરાતે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં રમાતા શ્રાવણીયા જુગાર પર ઝાલોદ પોલિસે છાપો મારી જુગાર રમી રહેલા કદવાળ ગામના છ ખેલીઓને પકડી પાડી રૂા. ૧૩ હાજરના ઉપરાંતની રોકડ ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળેલ છે.
ઝાલોદ પોલિસની ટીમ ગતરાતે પોતાના પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરંમ્યાન કદવાળ ગામે ગામતળ ફળિયામાં ગ્રામ પંચાયત પાસેની ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા પાના વડે હારજીતનો શ્રાવણીયો જિુગાર રમાતો હાવાની બાતમી મળતા પોલિસે મધરાત બાદ બાતમીમાં દર્શાવેલ કદવાળ ગામે ગામતળ ફળિયામાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં રમાતા શ્રાવણીયા જુગાર પર ઓચિંતો છાપો મારી જુગાર રમી રહેલા કદવાળ ગામતળ ફળિયાના મુકેશભાઈ ગોકળભાઈ પ્રજાપતિ, રાજુભાઈ ભેરાભાઈ માળી, જયેશભાઈ વિષ્ણુભાઈ માળી, પ્રદીપભાઈ જયંતીભાઈ માળી તતા કદવાળ મોટા ફળિયામાં રહેતા પંકજભાઈ સુંદરભાઈ માવી તેમજ પંકજકુમાર કાંતીલાલ વૈરાગીને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી રૂા. ૧૧,૭૫૦ તથા દાવપરથી રૂા. ૧,૭૧૦ મળી કુલ રૂપિયા ૧૩,૪૬૦ની રોકડ તથા પત્તાની કેટ પકડી પાડી કબજે લઈ પકડાયેલા ઉપરોક્ત છ જણા વિરૂધ્ધ જુગારનો ગુનો નોંધી જેલના સળીયા પાછળ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.