બાબુ સોલંકી સુખસર
સુખસર પ્રખંડ કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું આયોજન કરાયું
શ્રદ્ધાળુ ભક્તોએઝાલોદ તાલુકાના જાનમારીયા થી સુખસર સુધીની કાવડ યાત્રા કાઢી સુખસરેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરવામાં આવ્યો.
( પ્રતિનિધિ ). સુખસર,તા.13
શનિવારના રોજ સુખસર પ્રખંડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ઝાલોદ તાલુકાના ગરાડુ પાસે આવેલા જાનમારીયા મહાદેવ મંદિરેથી કાવડ યાત્રા ઘાટાવાડા,કાળીયા,નાના- મોટા બોરીદા થઈ સુખસર નગરમાં પહોચી આખા સુખસર નગરમાં કાવડ યાત્રા સરઘસ રૂપે ફરી સુખસરેશ્વર મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી આ કાવડયાત્રાનો લાભ લીધો હતો. અંદાજિત 210 જેટલી કાવડ સાથે આજુબાજુ વિસ્તારના ગામડાઓના હિંદુ ભાઈઓ,બાળકો કાવડ લઈ ને કાવળયાત્રામાં જોડાયા હતા.રસ્તામાં આદિજાતિ સમાજના તથા અન્ય સમાજ દ્વારા ચા-નાસ્તા અને પાણીની તથા અન્ય સેવા ઉભી કરવામાં આવી હતી.કાવડ યાત્રામાં જોડાનાર તથા સેવા કાર્યમાં જોડાનાર અને ચા-પાણી, પ્રસાદ,નાસ્તા તથા આર્થિક રીતે સહયોગની વ્યવસ્થા કરનાર દરેક મિત્રોનો સુખસર પ્રખંડ કાવડ યાત્રા સમિતિ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.