
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ જિલ્લામાં બે જુદી-જુદી જગ્યાએ અનેક મહિલાઓ પર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારતા બંને મહિલાઓએ પોલીસ ના દ્વાર ખટખટાવ્યા:
બન્ને બનાવોમાં સાસરીયા પક્ષ વિરુદ્ધ ગુનો નોંધાયો
દાહોદ તા.૦૫
દાહોદ મહિલા પોલીસ સ્ટેશને દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રહેતી બે પરણિતાઓએ પોતાના પતિ તથા સાસરીયાઓના ત્રાસતી વાજ આવી મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવતાં પોલીસે બંન્ને બનાવોમાં પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગીતા મંદિર રોડ ખાતે રહેતાં રૂકસારબેન ઈસ્માઈલભાઈ મતાદાર સાથે બનવા પામ્યો હતો જેમાં રૂકસારબેનના લગ્ન તારીખ ૧૩.૦૪.૨૦૧૬ના રોજ મુસ્લિમ સમાજના રિતી રિવાજ મુજબ ઝાલોદના ગીતા મંદિર રોડ તરફ થયાં હતાં. લગ્ન જીવનમાં રૂકસારબેનને સંતાનમાં એક પુત્રીએ જન્મ લીધો હતો અને લગ્નના ૬ માસ સુધી રૂકસારબેનને સાસરી પક્ષના જુનેદભાઈ મુસ્તુફાભાઈ ભાયલા તથા જૈનબબીબી ગનીભાઈ મતાદાર દ્વારા અવાર નવાર દહેજની માંગણી કરી મારઝુડ કરતાં હતાં અને મારી નાંખવાની ધમકી આપી શારિરીક અને માનસીક ત્રાસ આપતા આવા ત્રાસથી વાજ આવેલ પરણિતા રૂકસારબેન ઈસ્માઈલભાઈ મતાદાર દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજાે બનાવ ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ધાવડીયા ગામે શેરા ફળિયામાં રહેતાં સુમીત્રાબેન સુરેશભાઈ વસૈયાના લગ્ન આજથી પંદર વર્ષ પહેલાં ધાવડીયા ગામે શેરા ફળિયામાં રહેતાં સુરેશભાઈ વાલસીંહ વસૈયા સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી સુમીત્રાબેનને સારૂં રાખ્યા બાદ પતિ તથા સાસરી પક્ષના લોકોને પોત પ્રકાશ્યું હતું અને પતિ દ્વારા કહેલ કે, તારા શરીરે સફેદ દાગ છે, મારે તને બેરી તરીકે રાખવી નથી તથા વાલસીંહ હતુભાઈ વસૈયા, ચોકલીબેન વાલસિંહ વસૈયા, શીતલબેન સુરેશભાઈ વસૈયાનાઓ, તું આ ઘરમાંથી નીકળી જા અને તું અમને ગમતી નથી, તેમ કહી મારી નાંખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકતાં સુમીત્રાબેન પોતાના પીયરમાં આવી પહોંચી હતી અને આવા અમાનુષી ત્રાસતી વાજ આવેલ સુમીત્રાબેને પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————-