રાજેશ વસાવે દાહોદ
આદિવાસી પરિવારનું આદિવાસી પ્રજાને આહાવન વ્યાપાર કરવાનું કૌશલ્ય વિકસાવવું જોઈએ તે સામય ની માંગછે
દાહોદ તા. ૧૩
વ્યાપાર ધંધો કરવો એ આપણા લોહીમાં નથી છતાં વ્યાપાર ધંધો કરતા શીખવું એ સમયની માંગ છે. આપણે આ દેશના મૂળ નિવાસી છીએ અને મૂળ માલિક છીએ મતલબ આપણો દરજજો સૌથી ઊંચો છે. આપણે સમાનતા માં માનીએ છીએ. કોઈને નીચ ગણતા નથી. કોઈ સાથે ભેદભાવ રાખતા નથી. ભારતમાં બહારથી આવેલી તમામ પ્રજાઓ વ્યાપાર કરવા આવી હતી. પરંતુ આપણી કેટલીક નબળાઇઓ જોઈને આપણા પર શાસન કરવા લાગી હતી. આપણને ગુલામ બનાવી દીધા અને શિક્ષણથી વંચિત કરી દીધા હતા. ભારતમાં લોકશાહી સ્થપાયા બાદ અને બંધારણ અમલમાં આવ્યા પછી આપણને આપણા અધિકારો મળ્યા અને આપણા જીવન ધોરણમાં સુધારો આવ્યો, જાગૃતિ આવી તે આપણે જોઈ શકીએ છીએ.
ભીલ પ્રદેશમાં જેટલા પણ વેપારીઓ છે અને તેઓ આર્થિક રીતે લાખોપતિ છે તેઓનો ગ્રાહક વર્ગ આદિવાસીઓ છે જે આપણે જોઈ શકીએ છીએ.
આપણે પણ વ્યાપાર ક્ષેત્રે ઝંપલાવવું જોઈએ. વ્યાપારની કળા શીખવી જોઈએ. બજાર વ્યવસ્થા સમજવી જોઈએ. વ્યાપાર ધંધામાં આગળ આવવું જોઈએ. ગુણવત્તા યુક્ત કામ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીતવો જોઈએ. અને આર્થિક રીતે સમૃદ્ધ બનવું જોઈએ અને અન્યને બનાવવા જોઈએ.