રણધીપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા દાહોદના નવનિયુક્ત પોલીસ વડા ડો. રાજદિપ સિંહ ઝાલા .
રણધીકપુર તા.૭
દાહોદ જિલ્લાના રણધીપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા દાહોદ ના નવનિયુક્ત પોલીસ વડા દ્વારા સાંજે 6:00 કલાકે આવી પહોંચ્યા હતા રણધીપુર પીએસઆઇ જે કે રાઠોડ દ્વારા પોલીસ વડા નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે પદભાર સંભાળનાર ડો. રાજદીપ સિંહ ઝાલા એ રણધીપુર પોલીસ સ્ટેશન ની ઔપચારિક મુલાકાત લીધી ત્યાર પછી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે તેમના પોલીસ મથકની વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિની માહિતી લીધી હતી જ્યારે કોઈપણ નવા પોલીસવડા પદ ભાર ગ્રહણ કરે છે ત્યારે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી જિલ્લા પોલીસ વડા ની શુભેચ્છા મુલાકાત લેતા હોય છે પરંતુ નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપ સિંહ ઝાલાએ આ પ્રથા ને તોડી નાખી હતી અને થાણા અધિકારી પોલીસ અધિકારીને મળે તેના કરતાં પોલીસ અધિક્ષક જ જે તે પોલીસ મથકના થાણા અધિકારીને મળે તે એક તરફ થાણા અધિકારીની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે અને વિસ્તારમાં આવેલા પોલીસ મથકોના તમામ ગામોની માહિતીગાર થઈ શકે તે હેતુથી પોલીસ અધિક્ષક મુલાકાત લઈ ટૂંકું રોકાણ કરવા મા આવ્યું હતું