
રાહુલ ગારી :- ગરબાડા
નવ નિયુક્ત પોલીસ વડા ડૉ.રાજદીપસિંહ ઝાલાએ ગરબાડા તેમજ જેસાવાડા પોલીસ મથકની ઔપચારિક મુલાકાત લીધી.
જેસાવાડા પોલીસ મથકના પીએસઆઈ એન.એમ રામી દ્વારા પુષ્પગુચ્છ આપી પોલીસ વડાનું સ્વાગત કર્યું.
ગરબાડા તા.05
દાહોદ જિલ્લામાં હાલ નવનિયુક્ત પોલીસ અધિક્ષક તરીકે વિધિવત રીતે પદભાર સંભાળનાર ડો.રાજદીપસિંહ ઝાલાએ ગરબાડા તેમજ જેસાવાડા પોલીસ મથકની ઔપચારિક રીતે મુલાકાત લીધી હતી ત્યારે જેસાવાડા પોલીસ મથકના પીએસઆઈ એન.એમ રામી દ્વારા પુષ્પ આપી પોલીસ વડાનું સ્વાગત કર્યું હતુ.પોલીસ વડાએ પદસ્ત થાણા અધિકારીઓ સાથે તેમના પોલીસ મથક વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, લો ઇન ઓર્ડરની સ્થિતિ, થાણા અધિકારી તેમજ પોલીસ મથકને લાગતા પ્રશ્નો, સમસ્યાઓ જરૂરિયાતો તેમજ સાફ-સફાઈ અંગે ઉપરોક્ત થાણા અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી આમ તો જ્યારે પણ કોઈ નવા પોલીસ અધિક્ષક પદભાર ગ્રહણ કરે છે ત્યારે પોલીસ મથકોના થાણા અધિકારીઓ જિલ્લા પોલીસ વડાની શુભેચ્છા મુલાકાત લેતા હોય છે પરંતુ નવ નિયુક્ત પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ આ પ્રથાને તોડી નાખી હતી અને થાણા અધિકારી પોલીસ અધિક્ષકને મળે તેના કરતાં પોલીસ અધિક્ષક જે તે પોલીસ મથકોમાં પદસ્થ થાણાઅધિકારીઓને મળે તો એક તરફ થાણા અધિકારીઓની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તેમજ જે તે વિસ્તારમાં આવેલા પોલીસ મથકોની તમામ બાબતોથી માહિતગાર થઈ શકાય તેમ છે.