Friday, 19/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવતાં ચાર શિક્ષકો દ્વારા જીપીએફના ઓડીટ અહેવાલમાં અનિયમિતતા જણાતા રૂા.૮,૦૨,૩૩૯ વ્યાજ સહિત વસુલાત કરાતા ખળભળાટ..

July 30, 2021
        849
દાહોદ જિલ્લામાં અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવતાં ચાર શિક્ષકો દ્વારા જીપીએફના ઓડીટ અહેવાલમાં અનિયમિતતા જણાતા રૂા.૮,૦૨,૩૩૯ વ્યાજ સહિત વસુલાત કરાતા ખળભળાટ..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં અલગ અલચ શાળાઓમાં ફરજ બજાવતાં ચાર શિક્ષકો દ્વારા જીપીએફના ઓડીટ અહેવાલમાં અનિયમિતતા જણાતા રૂા.૮,૦૨,૩૩૯ વ્યાજ સહિત વસુલાત કરાતા ખળભળાટ 

દાહોદ તા.૩૦

દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી દ્વારા વધુ એક કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે જેમાં દાહોદ જિલ્લામાં અલગ અલચ શાળાઓમાં ફરજ બજાવતાં ચાર શિક્ષકો દ્વારા જીપીએફના ઓડીટ અહેવાલમાં અનિયમિતતા જણાઈ આવતાં જિલ્લા પ્રાથમીક શિક્ષાણાધિકારીએ ચારેય શિક્ષકો પાસેથી કુલ રૂા.૮,૦૨,૩૩૯ વ્યાજ સહિત વસુલાત કરતાં દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગમાં ફરીવાર ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ગતરોજ દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી દ્વારા એક્શનમાં આવી સંજેલીમાં શાળામાં પ્રેમાલાપ કરતાં આચાર્ય અને શિક્ષિકા વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે ફરીવાર જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીએ દાહોદ જિલ્લાના હસ્તકની સરકારી પ્રાથમીક શાળામાં ફરજ બજાવતાં પ્રાથમીક શિક્ષકોના નાણાંકીય વર્ષ ૨૦૧૨ – ૧૩ના જીપીઅફના ઓડીટ અહેવાલમાં આખરી ઉપાડની રકમના ખાતાવહીમાં ન ઉઘરાવવા બાબતની અનિયમિતતાની નોંધ લેવામાં આવી હતી. આ બાબતે રેકર્ડની ચકાસણી કરતાં ફતેપુરા તાલુકાના બે પ્રાથમીક શિક્ષકો, ગરબાડા તથા લીમખેડાના તાલુકાના એક – એક શિક્ષકોના જીપીએફ ખાતામાં હિસાબ અંગેની અનિયમિતતા સ્પષ્ટતા પુર્વક જણાઈ આવ્યું હતું. આ ગંભીર બાબતો પરત્વે શિક્ષકોને પોતાના જીપીએફ ખાતામાંથી કરેલ ઉપાડની રકમ વ્યાજ સહિત નિયત સદરે જમા કરવા નોટીસ પણ ફટકારવામાં આવી હતી. નોટીસ સબબ દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી દ્વારા ચાર પ્રાથમીક શિક્ષકો પાસેથી અનુક્રમે ૧,૭૨,૫૬૬, ૩,૧૯,૩૮૦, ૧,૭૨,૯૪૫ તથા ૧,૩૯,૪૪૮ આમ કુલ રૂપીયા ૮,૦૨,૩૩૯ પુરા વ્યાજ સહિતની રકમ વસુલાત કરવામાં આવી હતી.

————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!