લીમખેડા નગરમાં ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચ ઓફિસ તેમજ રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો,
તસ્કરોએ બંને સ્થળેથી 6,186 ની માલમતા પર હાથફેરો કરી ૧૨,૦૦૦ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું..
લીમખેડા તા.૨૫
દાહોદ જિલ્લાના લીમખેડા ચિત્રકૂટ સોસાયટીમાં ગત્રોત ચોરીના મક્કમ ઇરાદા સાથે રાખેલા તસ્કરોએ ફાઇનાન્સ કંપનીની બ્રાન્ચ ઓફિસ તેમજ અને એક બંધ મકાનને નિશાન બનાવી ૬,૧,૮૩ રોકડ રકમની ચોરી કરી રાત્રિના અંધારામાં ફરાર થઈ જતા લીમખેડા પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડા વાસિયા દરવાજા ખાતેના અને હાલ ઝાલોદ તાલુકાના લીમડી પડાવ બજાર ખાતે રહેતા અને લીમખેડા ચિત્રકૂટ સોસાયટી વિલામાં ક્રેડિટ એક્સિસ ગ્રામીણ લિમિટેડ નામક ફાઇનાન્સ કંપની ચલાવતા પવનભાઈ શાંતિલાલ રાઠોડ ગતરોજ બ્રાન્ચ ઓફિસને તાળું મારી ઘરે ગયા હતા. જે બાદ રાત્રિના સમયે ચોરીના મક્કમ ઇરાદા સાથે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ ક્રેડિટ એક્સેસ ફાઇનાન્સ ઓફિસ ના તાળા તોડી બ્રાન્ચ ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં કેસ પોકેટની ચોરી કરી તેમાંથી 1186 રૂપિયાની રોકડ રકમ પર હાથ ફેરવ કરી લોકરને તોડફોડ કરી અંદાજે 12000 રૂપિયાના માલમત્તાને નુકસાન પહોંચાડી નજીકમાં આવેલા રમેશભાઈ સબુરભાઈ તડવીના બંધ મકાનમાં ત્રાટક્યા હતા અને તિજોરીમાં મુકેલા 100 ગ્રામ ચાંદીના છડા જેની કિંમત 5,000 મળી કુલ 6,186 રૂપિયાની માલમતા પર તસ્કરોએ હાથ ફેરો કરી રાત્રિના અંધારામાં ભાગી છૂટ્યા હતા. જોકે આ બનાવની જાણ આજરોજ સવારે બ્રાન્ચ ઓફિસના મેનેજર ને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
ઉપરોક્ત બનાવમાં ક્રેડિટ એક્સિસ ગ્રામીણ લિમિટેડ ફાઇનાન્સ કંપનીના મેનેજર પવનભાઈ શાંતિલાલ રાઠોડે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.