બાબુ સોલંકી :- સુખસર
માલવણ આર્ટ્સ કોલેજ એન. એસ.એસ યુનિટ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
સુખસર,તા.23
કડાણા તાલુકાના માલવણ ખાતે ડૉ.કુબેરભાઈ ડીંડોર, કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર, આદિજાતિ વિકાસ, પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની અધ્યક્ષતામાં શ્રી એન.કે મહેતા એન્ડ શ્રીમતી એમ.એફ દાણી આર્ટ્સ કોલેજ માલવણના એન.એસ.એસ યુનિટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.નરેશભાઈ વણઝારાના કહેવા પ્રમાણે આ યુનિટ દ્વારા વિવિધ પ્રકારના રોગોના નિદાન અને ઉપચાર માટે મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. માલવણ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો તેમજ આર્ટ્સ કોલેજ માલવણના પ્રિન્સિપાલ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એ.સી. મેમ્બર ડૉ.સી.એમ પટેલ તેમજ ડૉ.હરેશ ઘોણા એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
એન.એસ.એસના તમામ વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર ડૉ.સુનિલ સુથારનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો.