પ્રાથમિક શિક્ષક ધિરાણ સહકારી મંડળી ના નવા પ્રમુખ મહામંત્રી ચેરમેન ની નવીન નિમણૂક
————————————-
દેવગઢ બારીયા તાલુકા ઘટક સંઘની કારોબારી સભા , દેવગઢ બારીયા પ્રાથમિક શિક્ષક ધિરાણ સહકારી મંડળી દેવગઢ બારીયાના સભાખંડમાં મળી. જેમાં કારોબારી સભામાં શિક્ષણને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. દેવગઢ બારિયા પ્રાથમિક શિક્ષક સંઘમાંથી મહામંત્રી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ રાઠવા બઢતી મેળવી ક્લાસ 2 અધિકારી બનતા તેમનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો અને તેઓના જવાથી ખાલી પડતી મહામંત્રીની જગ્યાએ દેવગઢ બારિયા ઘટક સંઘના પ્રમુખ શ્રી બુધાભાઇ પરમાર સાહેબે દેવગઢ બારીયા તાલુકા ઘટક સંઘના મહામંત્રી માટે દરખાસ્ત મંગાવતા પીપલોદમાં ભૂતપૂર્વ સી. આર. સી. કો અને દેવગઢ બારીયા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ સહકારી મંડળીના માજી ચેરમેન શ્રી દિનેશભાઈ સાયબાભાઈ પટેલની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી. નવીનપદ અધિકારી કોને હવે ફૂલહાર પહેરાવી સ્વાગત વિધિ કરી અને અભિનંદન પાઠવ્યા