
યાસીન ભાભોર ફતેપુરા
*ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ*
ફતેપુરા તા. 8
તારીખ 8 જુલાઈ 2023 ના રોજ ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખનો પુત્ર વિરેન્દ્ર દિનેશ પારગી તેના કાકા ના પુત્ર રાજુ રમેશ પારગી ને સાથે લઈને તેની માતા ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ રમીલા દિનેશ પારગી અને તેના પિતા દિનેશ પારગીને ગાડીમાં બેસાડી લઈને ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે મુકવા આવ્યો હતો.અને માતા-પિતાને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીએ મૂકીને પરત પોતાના ઘરે જવા નીકળ્યો હતો તે વખતે એચપી પેટ્રોલ પંપની આગળ તેની ફઈના છોકરાને ટિફિન આપવા માટે ગાડી ઉભી રાખી હતી.તે વખતે ફતેપુરા તાલુકાના વાંગડ ગામનો હરીશ રામા પારગી આવ્યો હતો અને વિરેન્દ્ર પારગીને કહેલ કે તું તાલુકા પ્રમુખ નો છોકરો છે તેમ કહી વિરેન્દ્ર પારગીને ગાળો બોલીને તને તો આજે જીવતો છોડવાનો નથી તેમ કહી વિરેન્દ્રનો શર્ટ પકડી પાડીને ગાલ પર બે ત્રણ ઝાપટ મારી દીધી હતી.જેથી વિરેન્દ્ર ગભરાઈ ગયો હતો અને ગાડી લઈને ઝાલોદ ચોકડી પર આવતો રહ્યો હતો અને ત્યાંથી તેના માતા-પિતાને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી.
જેના પગલે તેની માતા ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ રમીલા દિનેશ પારગી અને તેના પિતા દિનેશ પારગી તાત્કાલિક ઝાલોદ ચોકડી પર આવી ગયા હતા અને ત્યાંથી ફતેપુરા પોલીસ મથકે ગયા હતા અને ફતેપુરા પોલીસ મથકે આ બાબતે વિરેન્દ્ર દિનેશ પારગી એ ફરિયાદ નોંધાવી છે. ફતેપુરા પોલીસે ફરિયાદ નોંધ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.