બાબુ સોલંકી:- સુખસર
પેથાપુર શ્રી માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ મહોત્સવની ઉજવણી કરાઈ*
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાતાવરણને સંતુલિત રાખવા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેની માવજત કરવા માહિતગાર કરાયા.
( પ્રતિનિધિ )સુખસર,તા.6
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પેથાપુરમાં તા:-૬/૦૭/૨૦૨૩ ને ગુરુવારના રોજ વૃક્ષારોપણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં દરેક બાળક એક-એક વૃક્ષ નું જતન કરે તેવી દરેકની નૈતિક ફરજ છે.તેમ સમજી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ચેતન પ્રજાપતિ દ્વારા વૃક્ષોનું માનવ જીવનમાં કેટલું મહત્વ રહેલું છે તેમજ વાતાવરણને સંતુલિત રાખવા વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવામાં આવે તેના વિશે માહિતી આપી હતી.તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિના આયોજક શ્રી ડૉ. જયંત એમ. પરમાર દ્વારા પણ ” Grow More Trees, Bring More Rain” મુજબ અનુસરવા માટે અનુરોધ કર્યો હતો.જેમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ મહોત્સવમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.અંતે શાળાના નિવૃતિના આરે આવેલ વરિષ્ઠ શિક્ષક પ્રફુલભાઈ પંચાલ દ્વારા દરેક બાળકને એક-એક વૃક્ષ ભેટમાં આપીને દરેકે તેનું જતન કરી સંભાળ રાખવા અનુરોધ કર્યો હતો.શાળાના આચાર્ય દ્વારા આ મહોત્સવ ઉજવવા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળા સ્ટાફ સહિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષ વાવેતર અને તેના જતન વિશે મહત્વ સમજી વૃક્ષારોપણ કરી ઉત્સાહભેર વૃક્ષારોપણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.