વસાવે રાજેશ દાહોદ
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અનાથ બાળકને ગણવેશ,નોટબુક, પેન્સિલ સેટ સહિતની ભણતર માટેની સામગ્રી પૂરી પાડવામાં આવી.
ચીખલી તા. 6
ચીખલી તાલુકાના મોગરાવાડી ગામમા પ્રિન્સ નામના બાળકે ખુબ નાની ઉંમરમા માતાપિતાની છત્રછાયા ગુમાવતા આ વાતની જાણ સેવાભાવી યુવાન ઉમેશ પટેલને થતાં તેણે મદદરૂપ થવા માટે સમસ્ત આદિવાસી સમાજ સમક્ષ પહેલ નાખી હતી,જેના ભાગરૂપે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ,ડો.કૃણાલ પટેલ,શીલાબેન,નીતાબેન,વંદનાબેન તેમજ ખોબા ગામના લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના ખુબ જ સેવાભાવી કર્મશીલ યુવાન પ્રમુખ નિલમ પટેલ દ્વારા 2 જોડી ગણવેશ,નોટબુક,પેન્સિલ સેટ સહિતની વસ્તુઓ બાળકના ભણતર માટે આપેલ હતી અને ભવિષ્યમા પણ મદદરૂપ થવાની તૈયારી બતાવેલ હતી,તેમજ નિલમ પટેલ દ્વારા ખોબા ગામના આશ્રમમા શિક્ષણ સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવાની તૈયારી દર્શાવેલ હતી.