દાહોદ જિલ્લામાં પશુ સારવાર કેન્દ્રો પર પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અબોલ પશુઓને કરસુંડા રોગ રસીકરણ ડ્રાઇવ શરૂ કરાઇ…
ચોમાસા દરમિયાન અબોલ પશુઓને કરસુંડા રોગ રસીકરણ રાખવા ડ્રાઇવ શરૂ કરાઇ…
દાહોદ જિલ્લામાં નોંધાયેલા બે લાખ પશુઓમાં ૧,૪૭,૩૯૬ જેટલી વેક્સિંન મુકવામાં આવી..
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લામાં ગુજરાત રાજય પશુપાલન વિભાગ મારફતે દાહોદ જિલ્લા પશુ પાલન શાખાએ જિલ્લાના પશુ પાલકોને ચોમાસાની તૈયારીના ભાગરૂપે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત જિલ્લાના તમામ પશુ સારવાર કેન્દ્રો ઉપર જેવાકે નગરાલા ધાનપુર,દેવગઢબારીયા,ફતેપુરા,ઝાલોદ,લીમડી,સીંગવડ સંજેલી લીમખેડા ગરબાડા ખંગેલા સહિતના પશુ સારવાર કેન્દ્રો ખાતે કરસુંડા રોગ રસીકરણ વિરોધી રસિકરણ વિરોધી રસી આપવાની કામગીરી કરાઈ હતી જેમાં જિલ્લાના પશુ કેન્દ્રો ઉપર કુલ 1 લાખ 47 હજાર 396 જેટલી રસી અપાઈ હતી.જયારે બાકી રહેલા પશુ પાલકોને રસીકરણ કરવા માટેની અપીલ પણ પશુ પાલન શાખાના અધિકારી કમલેશ ગોસાઈ દ્રારા તારીખ 4 થી જુલાઈના રોજ કરવામાં આવી હતી