ઈલ્યાસ શેખ સંતરામપુર
સંતરમપુર તાલુકાના ગોધર ગામે SMVS તીર્થધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો.
સંતરામપુર તા. 2
રામપુર તાલુકાના ગોધર ગામે આજરોજ સવારે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ગામથી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું. ત્યારબાદ હજારો ભાવિક ભક્તોએ ગુરુજીના પૂજન અને દર્શનનો લાભ લીધો. ત્યારબાદ પુરુષ સભા મંડપ સુધી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું બેન્ડ ટીમ સાથે સામૈયું કરવામાં આવ્યું. વ્હાલા ગુરુજીએ સૌને ગુરુપૂર્ણિમા નિમિત્તે દિવ્ય વાણી તથા દિવ્ય આશીર્વાદ નો લાભ આપ્યો હતો આ નિમિત્તે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડૉ.પ્રો. કુબેરભાઈ ડીંડોર, પૂર્વ સાંસદ ભુપેન્દ્રસિંહ સોલંકી, દશરથભાઈ બારીયા, ભાજપ પ્રમુખ, મહીસાગર, રાવજીભાઈ પટેલ મહામંત્રી ભાજપ મહીસાગર, શાંતિભાઈ પટેલ, સચિનભાઈ શાહ, ભરતભાઈ પટેલ, બિપીનભાઈ પટેલ તથા હજારો હરિભક્તોએ દર્શન,પૂજન અને આરતીનો લાભ લીધો હતો…
તેવી જ રીતે મહિલા વિભાગમાં પણ શ્રીમતી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય , મોરવા હડપ, નંદાબેન ખાંટ, સરસવા જિલ્લા પંચાયત સભ્ય તથા હજારો મહિલા હરિભક્તોએ લાભ લીધો હતો…
આમ આ દિવ્ય ગુરૂપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે 17,000 જેટલા પુરુષ અને મહિલા હરિભક્તોએ લાભ લીધો હતો…