
યાસીન ભાભોર ફતેપુરા
ફતેપુરા નગરમાં લોકો માટે જોખમી બનતો અસ્થિર મગજનો યુવક,
જવાબદાર અધિકારીઓના જવાબદારીમાંથી છટકવા ના પ્રયાસો.*
ફતેપુરા તા. 1
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે છેલ્લા કેટલાક દિવસથી એક અસ્તવ્યસ્ત દેખાતો અને કહેવાતો અસ્થિર મગજનો ઈસમ ફતેપુરા નગરમાં દિવસ રાત બે રોકટોક રખડી રહ્યો છે અને ફતેપુરા નગરમાં આતંક મચાવી રહ્યો છે.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દિવસ રાત બેરોકટોક રખડતા અને કહેવાતા આ અસ્થિર મગજના ઈસમની મોટી મોટી હરક્તો ની વાત કરીએ તો સૌ પ્રથમ તેણે ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ ઉપર આવેલું વ્હોરા સમાજની મસ્જિદમાં ઘુસીને મસ્જિદમાં ધમાલ મચાવી હતી તેમજ ત્યારબાદ તેને ફતેપુરા નગરના મેન બજારમાં આવેલ હિટાચી કંપનીના એટીએમ માં ઘુસીને ATM મશીનમાં તોડ ફોડ કરી હતી.ત્યારબાદ ગતરોજ રાત્રિના સમયે ફતેપુરા નગરના મેન બજારમાં આવેલ અને હાલ નિર્માણાધીન ફતેપુરા નગરના મુસ્લિમ સમાજની મુખ્ય મસ્જિદમાં પ્રવેશ કરીને મસ્જિદમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગામના કેટલાક જાગૃત યુવાનો તેને જોઈ જતા તેને મસ્જિદ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો.તેમજ ફતેપુરા નગરમાં રખડતો અને કહેવાતો અસ્થિર મગજ નો ઈસમ ફતેપુરા નગરના વિવિધ રસ્તાઓ પરથી પસાર થતી નગરની બેન દીકરીઓ સાથે પણ અશ્લીલ હરકતો કરે છે.ત્યારે ફતેપુરા નગરમાં દિવસ રાત અને બે રોકટોક રખડતા અને કહેવાતા અસ્થિર મગજના ઈસમની હરકતો જોતા તે ફરીથી કોઈ ધાર્મિક સ્થળે ઘૂસી જશે અને તોડફોડ કરશે અને તેનું આ કૃત્ય કોઈ CCTV કેમેરા માં કેદ થશે નહીં અથવા તો કોઈ જાગૃત યુવાનો જોશે નહીં ત્યારે ફતેપુરા નગરના નાગરિકોમાં ગેરસમજો સર્જાશે અને ફતેપુરા નગરનું વાતાવરણ ડોહણાશે ત્યારે આ તમામ બાબતની જવાબદારી લેશે કોણ?ત્યારે ફતેપુરા નગરના લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા અને જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને ફતેપુરા નગરમાં બેરોકટોક દિવસ રાત રખડતા અને કહેવાતા આ અસ્થિર મગજના ઈસમને પકડી લઈને તેને માનસિક રોગીઓના દવાખાને મોકલી આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે .