નવિન સિકલિગર:- પિપલોદ
દે.બારિયા પીટીસી કોલેજ ખાતે શૈક્ષિક મહાસંઘે વર્ગ-૨ ની પરીક્ષા પાસ કરનાર કર્મચારીઓનો સન્માન સમારોહ યોજયો….
દેવગઢબારિયા સ્થિત પી.ટી.સી કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક મહાસંગ દાહોદના દેવગઢબારિયા તાલુકા પ્રાથમિક શિક્ષક મહાસંગના અધ્યક્ષ કિરણસિંહ કોળી દેવગઢબારિયા તાલુકા દિલીપભાઈ પટેલ મહામંત્રી સવજીભાઈ રાઠવા સંગઠન મંત્રી રાજુભાઈ પટેલ ઉપાધ્યક્ષ ભાવિકભાઈ દવે ગુલાબસિંહ બારીયા પ્રચાર મંત્રી એવનભાઈ સહ સંગઠન મંત્રી જીવનભાઈ શર્મા તેમજ સમગ્ર ટીમ તરફથી એચ સંવર્ગમાંથી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગમાં વર્ગ-૨ ની ખાતાકીય પરીક્ષા પાસ કરીને શિક્ષણ વિભાગમાં સેવા બજાવી રહેલા વિનોદભાઈ વળવાઈ રાજુભાઈ ભોઈ રમેશભાઈ રાઠવા ને સન્માન કરવામાં આવ્યું હતું. તમામ કર્મચારીઓને ભારતમાતાનો ફોટો તેમજ સાલ ઓઢાડી આવકારવામાં આવ્યા હતા. આવનાર સમયમાં જિલ્લાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે તમામ કર્મચારીઓએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.