બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલીમાં ટ્રેક્ટર પલટી ખાતા 27 વર્ષીય યુવાનનું મોત.*
મોટી ઢઢેલીનો યુવાન ગુરૂવાર રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં વરુણા ખાતે સાસરીમાં જવા નીકળ્યો હતો.
યુવાને ટ્રેક્ટર ઉપરથી કાબુ ગુમાવતા બાવળના વૃક્ષ સાથે અથડાયેલું ટ્રેક્ટર પલટી મારતા યુવાન ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.30
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિન-પ્રતિદિન વાહન અકસ્માત મોતના બનાવોનો સિલસિલો ચાલુ રહેવા પામેલ છે.તેમાં ગત રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં મોટી ઢઢેલીનો યુવાન પોતાની માલિકીનું ટ્રેક્ટર લઈ વરુણા ખાતે સાસરીમાં જવાની નીકળ્યો હતો.જે ટ્રેક્ટર લઈ મોટી ઢઢેલીમાં મોટી ઢઢેલી માળ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો.તેવા સમયે ટ્રેકટર ના સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર બાવળના વૃક્ષને અથડાતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું.અને આ ટ્રેક્ટર ચાલક યુવાન ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી બારીયા ફળિયા ખાતે રહેતા પ્રકાશભાઈ બચુભાઈ બારીયા(ઉંમર વર્ષ 27) ગતરોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં નંબર વગરનું પોતાની માલિકીનું ટ્રેક્ટર લઈ વરુણા ખાતે સાસરીમાં જવા નીકળ્યા હતા.તેવા સમયે મોટી ઢઢેલી માળ તરીકે ઓળખાતા રસ્તા ઉપરથી પોતાના કબજાનું ટ્રેક્ટર પુરપાટ ગતિથી હંકારી જતા ટ્રેક્ટરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ટ્રેક્ટર રસ્તાની સાઈડમાં આવેલ બાવળના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયું હતું.જેના લીધે ટ્રેક્ટર પલટી મારી ગયું હતું.જે ટ્રેક્ટરની નીચે પ્રકાશભાઈ બારીયા દબાઈ જતા અને આસપાસના લોકોને જાણ થતા લોકો દોડી આવ્યા હતા.પરંતુ ટ્રેક્ટર નીચે દબાઈ ગયેલા પ્રકાશભાઈ બારીયાનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. મૃતક પ્રકાશભાઈ બારીયા ને બે નાના સંતાનો છે.અને તેઓનુ અકાળે મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે,મરણ જનાર ટ્રેક્ટર ચાલક પ્રકાશભાઈ બારીયા પાસે વાહન ચલાવવાનું લાઇસન્સ નહોતું તેમજ ટ્રેક્ટર ખરીદી એક વર્ષ અગાઉ કરવામાં આવેલ હોવા છતાં ટ્રેક્ટરનો વીમો ઉતારવામાં આવેલ નહીં હોવાનું પરિવાર જેનો દ્વારા જાણવા મળ્યું હતું.
ઉપરોક્ત અકસ્માત સંબંધે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મૃતક પ્રકાશભાઈ બારીયાની લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે લાવવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે.