
જીગ્નેશ બારીયા/ રાજેશ વસાવે :- દાહોદ
ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચા, આદિવાસી પરિવાર, આદિવાસી સાંસ્કૃતિક યુવા ટ્રસ્ટ દ્વારા બામણીયા કેતનભાઈનું સમાજ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
દાહોદ તા.20
પ્રકૃતિના સાંનિધ્યમાં પાંડવવન મુકામે તા.૧૮.૭.ર૧ના રવિવારે ૧૧ઃ૩૦ કલાકે શાળાના સંયુક્ત નેજા હેઠળ સન્માન સમારોહ યોજ્યો. સોૈપ્રથમ પ્રકૃતિને આહવાન કરતા રીતરિવાજાે મુજબ ધાર નાખી કોરોના મહામારીમાં ગુમાવેલ આત્મયજનોનું મોૈન રાખી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
કોવિડ-૧૯ના કોરોના કાળની મહામારીમા બામણીયા કેતનભાઈએ જીવની પરવાહ કર્યા વગર કોરોના દર્દીઓને રાત-દિવસ જાેયા વગર લોકોની દરેક મુશ્કેલીઓમા કેતનભાઈ દોડી જતા હતા. લોકોને સંપુર્ણ વિશ્વાસ આવી ગયો હતો કે દાહોદમા કોઈ પણ મુશ્કેલી હોય તો કેતનભાઈને યાદ કરી લોકો હાશકારો અનુભવતા હતા. લોકોને સંપુર્ણ વિશ્વાસ આવી ગયો કે કેતનભાઈ હશે એટલે કામ થઈ જશે. એટલા આત્મવિશ્વાસ સાથે કેતનભાઈનું નામ ગુંજતુ થઈ ગયેલ હતું. ઝાયડસ હોસ્પીટલમા હોય એટલે કેતનભાઈ હાજર હોય, અન્ય કોઈ જરૂરીયાત હોય એટલે કેતનભાઈ હાજર. આમ દાહોદમાં લોકમુખે કેતનભાઈનું નામ ચર્ચાતું. ધન્ય છે એમના પરિવારને જેમણે કેતનભાઈને લોકસેવા માટે પ્રોત્સાહન આપ્યું.
એવા કોરોના વોરીયર્સનું સન્માન ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોર્ચાના સ્થાપનાના છઠ્ઠા વર્ષની ઉજવણીના ભાગરૂપે કેતનભાઈને ફુલહાર, તાજ, ઝુલડી, ગોફણ, તીરકમાન, પોતાની છબીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું. આદિવાસી પરિવારે આદિવાસી સંસ્કૃતિનું પ્રતિક ભોરીયું પહેરાવી સન્માન કર્યું આદિવાસી સાંસ્કૃતિક યુવા ટ્રસ્ટે સન્માન પત્રક આપી સન્માન કર્યું, આમ સમાજ દ્વારા અદ્ભુત રીતે સન્માન આપવામાં આવ્યું.