બાબુ સોલંકી સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં લઘુમતી સમાજના ઈસમ દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવા અપ શબ્દોનું ઉચ્ચારણ કરી મારામારી કરતા ગુન્હો દાખલ કરાયો.*
સુખસર દરજી સમાજના યુવાનને પાંચેક દિવસ અગાઉ લઘુમતી સમાજના યુવાને મોબાઈલ દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવા અપ શબ્દો ઉચ્ચાર્યા હતા.
( પ્રતિનિધિ ) સુખસર,તા.27
ફતેપુરા તાલુકાના સુખસરની શાંતિમાં પલીતો ચાપવાના ઈરાદાથી કેટલાક અસંતૃષ્ઠ લોકો અવાર-નવાર વિવિધ ગતકડા ઉભા કરતા રહે છે. તેવી જ રીતે ગત પાંચેક દિવસ અગાઉ લઘુમતી સમાજના એક ઈસમ દ્વારા મોબાઈલ દ્વારા આર.એસ.એસ ની વિરુદ્ધમાં અપ શબ્દોનું ઉચ્ચારણ કરતા સોમવારના રોજ થયેલ બોલાચાલી-મારામારી સંબંધે સુખસર પોલીસ સ્ટેશનમાં લઘુમતી સમાજના ચાર ઈસમો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુખસર પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલી વિગતો મુજબ સુખસરના પંચમુખી હનુમાન મંદિર પાસે રહેતા રાહુલભાઈ ત્રિલોક ચંદભાઈ દરજી ગતરોજ માતા મંજુલાબેન સાથે દુકાન ઉપર હતા. તેવા સાંજના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં સુખસર ગામના ઇમરાન ઈશાભાઈ સીતા તથા તેનો ભાઈ તોસીફ ઈશાકભાઈ સીતા તથા આમીન ઈશાકભાઈ સીતા રાહુલભાઈ ની કરિયાણાની દુકાન ઉપર આવેલા. અને કહેતા હતા કે,તારા કાકાનો છોકરો દર્શન ક્યાં ગયેલ છે?તેને દુકાનમાંથી બહાર કાઢ તેમ કહેતા રાહુલભાઈ દુકાનની બહાર આવી પૂછેલ કે શું થયું છે?તેમ પૂછતા ઇમરાન સીતાએ ધક્કો મારી નીચે પાડી દેતા માતા મંજુલાબેન દુકાનમાંથી બહાર આવતા મંજુલાબેન ને પણ તોસીફ સીતાએ ધક્કો મારી જમીન ઉપર પાડી દીધેલ.જ્યારે ઇમરાન રાહુલભાઈને મારવા આવતા બૂમાબૂમ થતા મકાન માલિક પપ્પુભાઈ દોડીને આવી જતા આ ત્રણેય માણસો મા-બેન સમાણી બિભીત્સ ગાળો બોલી કહેતા હતા કે, તમો મોટા આગેવાન બની ગયેલ છો. પરંતુ ક્યાંક રસ્તામાં મળશો તો જીવતા છોડીશું નહીં.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા જતા રહેલ.જ્યારે રાહુલ દરજીના કાકાના છોકરો દર્શન ઘરે આવતા તેને પૂછતા જણાવેલ કે,અદનાન રિઝવાન સીતાનાએ પાંચેક દિવસ અગાઉ મોબાઈલ ઉપર ગાળો બોલી કહેતો હતો કે,તારી અને તારા આર.એસ.એસ સંગઠનની મા-બેન એક કરી નાખીશ તેવી ધાર્મિક લાગણી દુભાય તે રીતે માં-બેન સમાણી ગાળો બોલી તારે લડાઈ કરવી હોય તો કન્યાશાળા ઉપર આવી જા ની ધમકી આપેલ.ત્યારબાદ દર્શન દરજી ગેસ બોટલ લેવા જતા સમયે અદનાન રસ્તામાં મળેલ અને તેના હાથમાં ચપ્પુ હતું.અને જણાવતો હતો કે તને જીવતો છોડીશ નહીં તેમ ધમકી દર્શનને હાથે પકડી ગાલ ઉપર ઝાપટ મારી, બરડાના ભાગે મુકો મારી દીધેલ.અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગયેલ હતો.
ઉપરોક્ત સંબંધે રાહુલભાઈ ત્રિલોકચંદ દરજીએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આરોપી ઇમરાન ઈશાક સીતા,તોસીફ ઈશાક સીતા,આમીન ઇશાક સીતા,અદનાન રિઝવાન સીતાની વિરુદ્ધમાં આઈ.પી.સી કલમ-323,504,506
(2)507,295-એ તથા 114 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.