સંતરામપુરથી ડાયાપુર સુધીનો વળાંક વાળો રસ્તો રાહદારીઓ માટે અકસ્માત ઝોન બન્યો…
સંતરામપુર તા.25
સ્ટેટ વિભાગ દ્વારા અને ગુજરાત સરકારે મંજૂર કરેલા છેલ્લા પાંચ વર્ષની અંદર સંતરામપુર થી ખેડાપા સુધીનો બે વાર રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી તેમ છતાં ડાયાપુરથી સંતરામપુર સુધીનો વળાંક વાળો રસ્તો જોખમીકારક અને અકસ્માતનો ઝોન બન્યો છે અવર નવર આ વળાંકની અંદર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે સૌથી વધારે વર્ગ દરમિયાનમાં આ સ્થળ ઉપર વળાંકમાં જ અકસ્માત બનતા હોય છે અને જેના કારણે મોટાભાગના લોકો એ જીવ પણ ગુમાવ્યો છે આ જગ્યા એટલી જોખમી કારક છે કે સામ સામે બે વાહનો આવતા હોય તો અકસ્માત થઈ જાય તો ખબર પણ ના પડે જો ભૂલે ચોકે બહારથી આવતા વાળા વ્યક્તિ અને ખ્યાલ ના આવે તો આવી જગ્યા ઉપર અકસ્માત 100 ટકા થઈ જતો હોય તેવી પરિસ્થિતિ જોવાઈ રહેલી છે આવા વળાંક અને જોખમીકારક રસ્તામાંથી વારંવાર આ બાબતમાં કલેકટરની મિટિંગમાં અમે અનેક અનેક સભાઓમાં દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાંય પરંતુ આજ દિન સુધી આ વળાંકનો કોઈ ઉકેલ આવેલો જ નથી અન્ય ઘટનાઓ પર ઘટનાઓ આ વળાંકમાં વધારે બનતી જાય છે જો આ વળાંકને વહેલી તકે સીધો કરવામાં ના આવે દુર્ઘટનાઓ પણ વધશે અને રાહત દરિયો અને વાહન ચાલકોની જીવ પણ ગુમાવવું પડશે આ વર્ષો જૂની બળીયાદેવ ની ઘાટી થી નામથી ઓળખવામાં હજુ સુધી લોકો માટે જોખમી કારક બનેલો છે વહેલી તકે આવા વળાંકોને સીધા કરવાની કામગીરી કરવામાં આવે તો લોકોનો જીવ ગુમાવતા અને દુર્ઘટના બનતી અટકી શકે છે.