Thursday, 18/04/2024
Dark Mode

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ:યોજનાની સર્વગ્રાહી અને સંપૂર્ણ અમલવારી માટે સંબધિત વિભાગો વચ્ચે સૂમેળભર્યુ સંકલન જરૂરી હોવાનું જણાવતા કલેક્ટરશ્રી

July 17, 2021
        645
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ:યોજનાની સર્વગ્રાહી અને સંપૂર્ણ અમલવારી માટે સંબધિત વિભાગો વચ્ચે સૂમેળભર્યુ સંકલન જરૂરી હોવાનું જણાવતા કલેક્ટરશ્રી

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

યોજનાની સર્વગ્રાહી અને સંપૂર્ણ અમલવારી માટે સંબધિત વિભાગો વચ્ચે સૂમેળભર્યુ સંકલન જરૂરી હોવાનું જણાવતા કલેક્ટરશ્રી

દાહોદ, તા. ૧૭ :

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. પોતાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વિકાસકાર્યોને વેગવાન બનાવીને સત્વરે લોકો સુધી પહોંચતા કરવા સૂચન કર્યું હતું. 

કલેક્ટરશ્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, રાજય સરકારના વિવિધ વિભાગો પરસ્પર સંકલનથી સારી રીતે કામ કરી શકે છે. કોઇ પણ યોજનાની સર્વગ્રાહી અને સંપૂર્ણ અમલવારી માટે તેના સંબધિત વિભાગો વચ્ચે સૂમેળભર્યુ સંકલન હોય તે જરૂરી છે. 

ડો. ગોસાવીએ એવું રચનાત્મક સૂચન પણ કર્યું હતું કે, પ્રતિમાસના ત્રીજા શનિવારે યોજાતી સંકલનની બેઠકમાં જે તે વિભાગે અન્ય વિભાગ સાથે યોજનાના સંકલનમાં પડતી મૂશ્કેલીઓ ચર્ચા કરી નિકાલ લાવવાનો રહેશે. તેમણે આ બાબત ઉપર ભાર મૂકયો હતો. 

આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ, માર્ગ, વિજળી, વનવિભાગ, સ્માર્ટ સીટી સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સરકારી વિભાગો દ્વારા ચાલતી યોજનાઓની સમીક્ષા પણ કરી હતી.   

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, નાયબ વનસંરક્ષક શ્રી આર. એમ. પરમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી બી.ડી. નિનામા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, આસીસ્ટન્ટ કલેક્ટર શ્રી રાજ સુથાર, ડીવાયએસપી શ્રી પરેશ સોલંકી, જિલ્લા આયોજન અધિકારી શ્રી કિરણ ગેલાત, ડીઆરડીએ નિયામક શ્રી સી.બી. બલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!