રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલભેગો કર્યો
આરોપી છેલ્લા દોઢ વર્ષથી મહેસાણાના કડી ના ગુનામાં ફરાર હતો
જેસાવાડા તા.17
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ.રામી તેમજ જેસાવાડા પોલીસ સ્ટાફ તેમજ સર્વેલન્સ માણસો સ્કોડ ઉમેશભાઈ રમીજ ખાન રાહુલકુમાર તથા મનોજકુમાર સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી.એસ.આઇ એન.એમ રાંમીને મળેલી બાતમીના આધારે મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનામાં સંડોવાયેલો અને નાસતો ફરતો આરોપી પરેશભાઈ રામસિંગભાઈ બારીયા પોતાના ઘરે વડવા હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીના ઘરે જઈ રેડ પાડતા આરોપી ઘરેથી મળી આવતા આરોપીને જેસાવાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી