
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના રાવળના વરૂણા ખાતે ખુલ્લા કૂવામાં ગાય ખાબકતામાં ગૌરક્ષક દળના સભ્યોએ બચાવી.
પેટા:-સુખસર પ્રખંડના ગૌરક્ષક તથા બજરંગ દળ ના સભ્યોએ જે.સી.બી ની મદદથી ગાયને કૂવામાંથી સહી સલામત બહાર કાઢી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.14
ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ રાવળના વરણા ગામે આજ રોજ સવારના 9 વાગ્યાના અરસામાં કિનાર વગરના કૂવામાં ગાય ખાબકતાં તેની જાણ સુખસર પ્રખંડના ગૌરક્ષક તથા બજરંગ દળના સભ્યોને થતાં તાત્કાલિક આ સભ્યો જે.સી.બી મશીન લઈ રાવળના ગામે પહોંચી ગયા હતા.અને ગાયને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગામે રહેતા ધારજીભાઈ ગવજીભાઈ રાવળની ગાય આજરોજ સવારના આશરે 30 થી 35 ફૂટ ઊંડા કૂવામાં અકસ્માતે પડી ગઈ હતી.જેની જાણ સુખસર પ્રખંડના ગૌરક્ષક તથા બજરંગ દળના સભ્યોને થતા આ સભ્યો તાત્કાલિક જે.સી.બી મશીન સાથેરાવળના વરુણા ગામ ખાતે પહોંચી ગયા હતા.અને જે.સી.બી મશીન અને ગ્રામજનોની મદદથી ગાયને સહી સલામત બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળે છે.