કલ્પેશ શાહ :- સિંગવડ
બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ..
સિંગવડ તાલુકાના સરજુમી કાળિયારાય અનોપપુરા ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો…
સીંગવડ તા.૧૨
સિંગવડ તાલુકામાં 12 6-2023 ના રોજ 131 લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર ના હસ્તે સરજુમી કાળિયારાય અનુપપુરા ખાતે આંગણવાડીના 26 બાળવાટિકાના 43 અને ધોરણ એક ના 22 એમ કુલ 91 બાળકોને કુમકુમ તિલક કરી દફતર આપી પ્રવેશ કરવામાં આવ્યો જ્યારે શાળામાં ગયા વર્ષે ધોરણોમાં પ્રથમ ક્રમાંક મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું અને દાતાશ્રીઓનુ પણ સન્માન કરવામાં આવ્યું જ્યારે શાળાઓમાં વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકોનું સન્માન કરવામાં આવ્યું સો
ટકા હાજરી આપીને ભણવા આવેલ વિદ્યાર્થીને સન્માન કરવામાં આવ્યું દિવ્યાંગ બાળકો માટે પણ એલઇડી ના સ્પેશિયલ શિક્ષકને બ્રેઇલ કીટ આપવામાં આવી સમગ્ર શિક્ષા દ્વારા તૈયાર કરેલ નીપુણ ભારત અંતર્ગત પુસ્તિકા નું વિમોચન કરવામાં આવ્યું સાથે સાથે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું શાળામાં ચાલતી કામગીરીનું સમીક્ષા કરવામાં આવી જ્યારે શાળા પરિવાર અને ગામના લોકો દ્વારા ધારાસભ્યને આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઢોલ નગારા અને શરણાઈ સુરના સાથે ફટાકડા ફોડી ઉમકળાભેર સ્વાગત કરવામાં આવ્યું જ્યારે સરકાર દ્વારા દરેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને ખૂટતી સુવિધા ટૂંકા સમયમાં પૂર્ણ થશે તેવું ધારાસભ્ય જણાવ્યું હતું અને શાળાના બાળકો ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય સરજુમી સુરેશભાઇ ચૌહાણ સિંગાપુર તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ પટેલ તેમજ સરજુમી કાળિયા રાય અનુપુરા ગામના સરપંચ શ્રીઓ તાલુકા સંગઠનના હોદ્દેદારો તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અર્જુનભાઈ બારીયા અને હોદ્દેદાર શૈક્ષિક સંઘના હોદ્દેદારો પિયુષભાઇ ચરપોટ લલીતભાઈ ડામોર બી.આર.સી કોર્ડીનેટર શામજીભાઈ કામોલ કલસ્ટર ના સી.આર.સી તેજસભાઈ રાણા શાળાના આચાર્યને શિક્ષકશ્રીઓ અને ગામના વડીલો ભાઈઓ અને બહેનો પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ સાથે સમગ્ર તાલુકામાં જુદા જુદા મહાનુભાવોના હસ્તે આંગણવાડીના 244 બાલવાટિકાના બાળકો 544 અને ધોરણ એક માં 108 એમ કુલ 896 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો જ્યારે જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા 25000 જેટલું દાન આપવામાં આવ્યું હતું.