
જીગ્નેશ બારીયા :- દાહોદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર
દાહોદ:કોરોના કાળમાં માસ પ્રમોશન આપી તમામ વિધાર્થીઓને પાસ કરાયા
દાહોદમાં કુલ 1654 પૈકી 6 વિધાર્થીઓનો એ-1 ગ્રેડમાં સમાવેશ:હોશિયાર વિધાર્થીઓ જોડે અન્યાય થયો હોવાનો વાલીઓમાં ગણગણાટ
દાહોદ તા.૧૭
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે જેમાં દાહોદ જિલ્લામાં કુલ ૧૬૫૪ વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં અને વર્ષે પણ કોરોનાની બીજી લહેરને પગલે તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યાં છે. આ વર્ષે માત્ર ૧૬૫૪ પૈકી ૦૬ વિદ્યાર્થીઓનોજ એ – ૧ ગ્રેડમાં સમાવેશ થયો છે. ક્યાંક ને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાની પણ વાલીઓમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
કોરોનાની પ્રથમ લહેરમાં અને હાલ બીજી લહેરે પણ સમગ્ર દેશમાં હાહાકાર મચાવતાં શિક્ષણ આલમ પર પણ તેની ખાસ્સી એવી અસર જાેવા મળી રહી છે. કોરોનાને પગલે પરિક્ષાઓ રદ્દ પણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને જે તે વર્ગના ઉપલા વર્ગમાં ચઢાવી દઈ ગ્રેડ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં દાહોદ જિલ્લામાં ૧૬૫૪ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં ધકેલી દઈ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. આ પૈકી દાહોદ જિલ્લામાં માત્ર ૦૬ વિદ્યાર્થીઓનોજ એ – ૧ ગ્રેડમાં સમાવેશ થયો છે જ્યારે એ – ૨ ગ્રેડમાં૩૫, બી – ૧ ગ્રેડમાં ૧૨૨, બી – ૨ ગ્રેડમાં ૨૭૭, સી – ૧ ગ્રેડમાં ૪૨૭, સી – ૨ ગ્રેડમાં ૫૩૧, ડી ગ્રેડમાં ૨૨૦, ઈ – ૧ ગ્રેડમાં ૩૫ અને ઈ – ૨ ગ્રેડમાં ૦૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
———————————–