લીમખેડા તાલુકાના ફુલપુરી ગામે પોલિસે મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપ્યો…
લીમખેડા તા. ૬
લીમખેડા તાલુકાના ફુલપુરી ગામે એક રેહં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી મકાનની તલાસી લેતા તલાસી દરમિયાન વિમલના થેલામાં જુદા જુદા માર્કાની વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો વેપલો કરનાર બુટલેગર ની અટકાયત કરી મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના ફુલપુરી ગામના નદી ફળિયાના રહેવાસી કેલેષભાઈ રસુભાઈ ભાભોર રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ લીમખેડા પોલીસને થતા પેટ્રોલિંગમાં નીકળેલા લીમખેડા પોલીસના જવાનોએ કૈલેશભાઈ રસુભાઈ ભાભોરના રહેણાંક મકાનમાં દરોડો પાડતા દરોડા દરમિયાન પોલીસે મકાનમાં વિમલના થેલામાં સંતાડેલો ભારતીય બનાવટના જુદા જુદા બ્રાન્ડની ૨૭૪ બોટલ મળી કુલ ૩૮,૮૧૦ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરનાર કૈલેશભાઈ રસુભાઈ ભાભોરની અટકાયત કરી પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.