
ઝાલોદ ડિવિઝનમાં ત્રણ દિવસમાં ચાર હત્યાની ચોથી ધટના, આશ્ચર્યની સાથે પોલીસ માટે પડકારજનક પરિસ્થિતિ
ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટના ઈરાદે હુમલો:પત્નીનું મોત પતિ,પતિને સારવાર માટે ખસેડાયો..
લુંટ વિથ મર્ડરની ઘટનામાં LCB,SOG તેમજ સ્થાનિક પોલીસ તપાસમાં જોતરાઈ: પોલીસ અધિક્ષક, ડિવિઝનના એએસપી ઘટના સ્થળે પહોંચ્યા.
જોગાનુજોગ ઝાલોદ ડિવિઝનમાં છેલ્લા ચાર દિવસમાં હત્યા તેમજ અત્યાચાર સહિતનાં ઉપરાછાપરી બનાવો…
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી મહુડી ગામે ગત રાતે બાઈક પર જતા દંપતિ પર અજાણ્યા લૂંટારાઓએ લૂંટના ઈરાદે હુમલો કર્યો હતો. આ હુમલામા મહિલાનુ મોત નીપજયુ છે.જ્યારે ઈજાગ્રસ્ત પતિ સારવાર હેઠળ છે.મહિલાએ પહેરેલા દાગીના લૂંટી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.ચાકલીયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથધરી છે.
પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગામે રહેતા શૈલેષભાઈ ડામોર અને તેમના પત્ની લલિતાબેન તેમના સંબંધીના ઘરે સુથારવાસા ગયા હતા.સુથારવાસાથી ગત રાત્રે તેઓ મોટર સાયકલ પર ધોળાખાખરા આવવા નીકળ્યા હતા.તે સમયે મોટી મહુડીમાં અજાણ્યા લુંટારૂઓએ તેમને આંતરીને લૂંટ ના ઈરાદે હુમલો કર્યો હતો.લલિતાબેને પહેરેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી અને લલિતાબેનનુ ગળુ દબાવી દેતા તેમનુ મોત થઈ ગયુ હતુ. ત્યારબાદ ફરાર થઈ જતાં શૈલેષભાઈએ તેમના સગા સંબંધીઓને ફોન કરીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા.108 બોલાવી બંન્નેને દાહોદ દવાખાને લઈ જવાયા હતા જ્યાં લલિતાબેનને મૃત જાહેર કરાતાં તેમનો મૃતદેહ ઝાયડસ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો.જ્યારે શૈલેષભાઈ હાલ ખાનગી દવાખાને સારવાર હેઠળ છે.ઝાલોદના ડીવાયએસપીએ જણાવ્યુ હતુ કે પતિ પત્ની બાઈક પર સુથારવાસાથી ધોળા ખાખરા જતા હતા.ત્યારે મોટી મહુડી નજીક લૂંટના ઈરાદે લલિતાબેનની હત્યા કરી દેવાઈ છે.ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામા આવી છે. પોલીસ વડા બલરામ મીણા અને એએસપી જગદીશ બાંગરવા સ્થળ પર દોડી ગયા હતા. જોકે હાલ લૂટ વિથ મર્ડરના બનાવમાં પતિ બેભાન અવસ્થામાં ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યો છે ત્યારે સમગ્ર ઘટના સંબંધી સાચી હકીકત તો પતિના ભાનમાં આવ્યા બાદ જ પોલીસ તપાસમાં બહાર નીકળશે. પરંતુ હાલ પોલીસની વિવિધ એજન્સીઓ તેમજ સ્થાનિક પોલીસ ઘટના સંબંધી તપાસનો ધમધમાટ આરંભ કરી દીધો છે.
*દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝનમાં છેલ્લા ચાર દિવસમાં ઊપરા છાપરી બનાવોમાં પોલીસ માટે પડકારજનક પરિસ્થિતિ*
દાહોદ જિલ્લામાં ત્રણ જ દિવસમા હત્યાની આ ચોથી ઘટના છે.પોલીસ માટે પડકાર જનક સ્થિતિ સર્જાઈ છે.પાછલી બે ઘટનાઓ સામાજિક ઝઘડાઓને કારણે બની હતી ત્યારે આ ઘટનામા હાલ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યુ છે. તો આ અગાઉ પણ ડિવિઝનમાં મહિલા જોડે અત્યાચાર નો બનાવ પણ બનવા પામ્યો છે.ત્યારે આ તમામ ઘટનાઓની તપાસ વિવિધ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે. જોકે ઝાલોદ ડિવિઝનમાં છેલ્લા ચાર દિવસમાં ઉપરા છાપરી બનાવોથી આશ્ચર્ય ની સાથે દાહોદ જિલ્લા પોલીસ માટે પડકાર જેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.