સંતરામપુર તાલુકાના સરકારી મિલકતની સલામતી રહી નહીં..
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામ નજીક વડા તળાવ પાસે ડુંગરાનું ખેડાણ થઈ રહ્યું છે.
સંતરામપુર તા. ૧
સંતરામપુર તાલુકામાં બાંધકામ કરતાઓ પુરાણ કરવા માટે હવે ધીરે ધીરે સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પછી રહેલા ડુંગરને પણ હવે ટાર્ગેટ બનાવી રહેલા છે ખાણ ખનીજ ના રહેમ નજર હેઠળ બે રોગ વગર રોજના અલગ અલગ ગામોમાંથી ડુંગરાઓ ખોદીને પુરાણો માટે મોટાભાગના ટેક્ટર ભરવામાં આવતી રહેલા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સરકારી મિલકતનું મોટાભાગનું નુકસાન થવા પામી રહેલો છે કોઈપણ વ્યક્તિને સરકાર જમીનમાં પ્રવેશ કરતી વખતે મંજૂરી લેવી પડતી હોય છે પરંતુ અહીંયા તો જ્યાં દેખો ત્યાં મોટા ભાગના ડુંગરો તોડી પાડેલા જોવા મળી આવેલા છે જ્યારે સંતરામપુર તાલુકાના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે પુરાણ માટે અને રોડની સાઈડમાં માટી પૂરવા માટે જેસીબી દ્વારા ડુંગરાઓ ખોદીને પુરાણ કરતા હોય છે કોઈપણ પ્રકારની રોયલ્ટી ભરવામાં આવતી નથી આ રીતે ધીરે ધીરે સંતરામપુર તાલુકામાં સરકારી મિલકતોનું મોટાભાગનો નુકસાન થવા થઈ રહ્યું છે હવે તંત્ર આવી સરકારી મિલકતને નુકસાન થતી ક્યારે અટકાવશે..