
જીગ્નેશ બારીયા:- દાહોદ
ભીલ પ્રદેશની માંગ સાથે દાહોદ જિલ્લા આદિવાસી પરિવાર દ્વારા દાહોદ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવ્યું
દાહોદ તા.15
દાહોદ જિલ્લા આદિવાસી પરિવાર દ્વારા દાહોદ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવી જણાવ્યુ કે રાજસ્થાન,ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રનો બૉર્ડર પ્રદેશ આરક્ષિત chetra શિડયુલ 5 વિસ્તારમાં આરક્ષણ રોજગારી,આરક્ષિત જળ જંગલ જમીનના તમામ હક અધિકાર બંધારણીય જોગવાઈમાં હોવા છતાં પણ બધારણ નું અને આદિવાસીઓના હક અધિકારોનું હનન થઈ રહ્યું છે. જેના લીધે ભારત ના મૂળ માલિક આદિવાસીઓને એમના હક અધિકારી મળે જેમાં જળ જંગલ જમીનના કાયદા અને સૂરક્ષા જળવાય તે હેતુ આદિવાસી પરિવાર તરફથી દાહોદ પ્રાંત અધિકારી ને ભીલ પ્રદેશની માગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું