બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વમાં રસ્તે નીકળવા સંબંધે તકરારમાં મારામારી થતા ગુનો દાખલ કરાયો.*
તમો અમારી જમીનમાં થઈને કેમ નીકળો છો?નું જણાવી નાક ઉપર ગંભીર ઈજા પહોંચાડી ગડદા પાટુનો માર મારતાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધાયો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.1
ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વમાં ખેતરમાં થઈને નીકળવા સંબંધે તકરાર કરી મારામારી કરતા એક વ્યક્તિને નાક ઉપર ફેક્ચર કરી વચ્ચે છોડાવવા પડેલ મહિલાઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સરસ્વાપૂર્વ ચંદાણા ફળિયામાં રહેતા પારસીગભાઈ પુનાભાઈ માલે સુખસર પોલીસનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, વિશાલભાઈનાઓ દુકાનેથી ઘરે આવતો હતો.તેવામાં હિતેન્દ્ર ચીમનભાઈ માલનાઓએ રસ્તામાં ઉભો રાખી તમે કેમ અહીં અમારી જમીનમાં થઈને નીકળો છો?તેમ જણાવી ગાળો બોલવા લાગેલ.જેથી વિશાલે ઘરે આવીને પારસિંગ ભાઈ માલનાઓને વાત કરતા પારસિંગભાઈ માલ દ્વારા હિતેન્દ્ર માલના ને પૂછેલ કે, તમે કેમ આવું કરો છો?તેમ જણાવતા આ કામના હિતેન્દ્ર ચિમન,જીતેન્દ્ર ચિમન તથા હરીશ બીજીયા માલ નાઓ એ એકદમ દોડી આવી તમો કેમ અમારી જમીનમાં થઈને નીકળો છો? તેમ જણાવી પારસિંગભાઈ ને જમીન ઉપર પાડી દઈ શરીરે કૂદકા મારી નાક ઉપર ફેક્ચર કરેલ.આ વખતે શિવાની બેન તથા આશાબેનનાઓ છોડાવવા વચ્ચે પડતા હિતેન્દ્ર માલના એ માર મારેલ આ વખતે વધુ બુમાબુમ થતા વિશાલભાઈનાઓ છોડાવવા વચ્ચે પડતા હિતેન્દ્ર,જીતેન્દ્ર તથા હરીશ નાઓ એ શરીરે મારમારી મા-બેન સમાણી બિભીત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પારસિંગ પુનાભાઈ એ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આ ત્રણ આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.