દાહોદના મુવાલિયા ડેમમાંથી અજાણ્યા યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર..

Editor Dahod Live
2 Min Read

વસાવે રાજેશ દાહોદ 

દાહોદના મુવાલિયા ડેમમાંથી અજાણ્યા યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર..

હત્યા આત્મહત્યા કે આકસ્મિક ઘટના ઘટના ચર્ચાનો વિષય..?

દાહોદ તા.૩૦

દાહોદના મુવાલિયા ડેમમાં આજે બપોરના સમયે ગામના લોકોને પાણીમાં તરતી ડેડબોડી જોવા મળતા ગામના લોકોએ દાહોદ તાલુકા પોલીસને જાણ કરી હતી જે બાદ તાલુકા પોલીસનો કાફલો મુવાલિયા ડેમમાં તપાસ અર્થે ઘસી ગયો હતો અને અજાણ્યા યુવકની ડેડબોડી પાણીમાં તરતી જોવા મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને તાત્કાલીક ફાયરના જવાનોને મુવાલિયા ડેમમાં અજાણ્યા યુવકની ડેડબોડી હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક ફાયરના જવાનો મુવાલિયા ડેમ ખાતે ઘસી આવ્યા હતા અને ફાયરના જવાનો તેમજ સ્થાનિક ગામના લોકોએ મુવાલિયા ડેમની વચ્ચે પાણીમાં ડુંગરીની બાજુમાં પડેલી ડેડબોડીને કાઢવા માટે લાકડાની નાવડી લઈને ગયા હતા અને પાણીમાં તરતી ડેડબોડીને ભારે જહેમત બાદ બહાર કાઢી અને ઝાયડસ હોસ્પિટલ પીએમ અર્થે લઈ જવામાં આવી હતી અને ગામના લોકો તેમજ આજુબાજુના લોકો પણ ડેડબોડીને દેખવા માટે ટોળે વળ્યાં હતા જોકે પોલીસે આ મરણ જનાર યુવકના પરિવારની તપાસ હાથ ધરી હતી ત્યારે આ યુવકની હત્યા કરવામાં આવી છે આત્મહત્યા છે કે પછી કોઈ આકશ્મિક ઘટના છે તે અંગેની પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે પાણીમાંથી ડેડબોડીને બહાર કાઢતા તે યુવકની ડેડબોડી આખી ખહોવાય ગયેલી હાલતમાં હતી જોકે છેલ્લા કેટલાય દિવસોથી ડેડબોડી પાણીમાં હોવાનું અનુમાન લગાવ્યું હતું ત્યારે હાલતો પોલીસે મરણ જનાર યુવકની મોતનું તારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને મરણ જનાર યુવક કયાં ગામનો છે કોણ છે કેવી રીતે આ ઘટના બની તેની ઝીણવટ ભરી પોલીસે તપાસ હાથ ધરી હતી.

Share This Article